સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું તે અગત્યનું છે જ. સાથે સાથે તેને કાયમ માટે ટકાવી રાખવું પણ તેટલું જ જરૂરી છે, જે ઘણાં પરિબળો પર આધાર રાખે છે જેમકે કસરત, યોગ પ્રાણાયામ, યોગ્ય ખોરાક, તણાવમુક્ત જીવન વગેરે આજે આપણે એવા જ પોષકતત્વ વિશે વાત કરીશું જે આપણને હેલ્ધી રહેવામાં મદદ કરશે. જે બનાવામાં ખુબ જ સરળ છે અને ફાયદાઓ અનેક ધરાવે છે. જાણીએ તેના વિશે થોડું.
સ્વાસ્થ્યવર્ધક એવા ફણગાવેલા કઠોળ, જે ખુબજ સ્વાદિષ્ટ અને સાથે પૌષ્ટિક પણ હોઈ છે,શરીરમાં લોહી પરિભ્રમણને વધારે છે, કોલેસ્ટ્રોલ લેવલને નીચું રાખે છે, જન્મજાત થતા રોગોથી બચાવે છે, તણાવ અને ચિંતામાં ઘટાડો કરે છે, રોગપતિકાર શક્તિનો સંચાર કરે છે,ત્વચા માટે પણ ફાયદાકારક છે.
ફણગાવેલા કઠોળનું પોષણ મૂલ્ય
કેલ્શ્યિમ 7g થાયમીન 6g
કોપર 4 mg વિટામિન b6 7g
આયર્ન 6g વિટામિન K 3g
મેગ્નેશિમ 4.5g ઝીંક 2.5g
ફોસ્ફરસ 9g ફાયબર 10g
પોટેશિયમ 4mg
વિટામિન C 5.5g
નિયાસિન 5mg
રિબોફ્લેવિન 13mg
ફણગાવેલા કઠોળનો ઉપયોગ તમે ઘણી રીતે શકો છો જેમકે જમવાના સમયે સલાડ તરીકે ખાય શકો છો, સૂપમાં ઉમેરીને ખાઈ શકો છો, સવારના નાસ્તામાં પણ લઇ શકો છો જે લો કેલરી ધરાવે છે, ઝીરો ફેટ હોય છે, જેથી તમે તેને રોજ બરોજ નિયમિત રીતે ખાઈ શકો છો. જો તમે સવારના સમયે ખાવાનું પસંદ કરશો તો તે તમને આખો દિવસ કામ કરવા માટેની શક્તિ પુરી પાડવામાં મદદ કરે છે.