શું તમે પેટ લવર છો ? અથવા તો તમે ઘરે એક ડોગ અથવા તો બિલ્લી ધરાવો છો? તમે જયારે ઘરે એવો ત્યારે તમને જોઈને એ પૂંછડી હલાવે છે કે તેની ભાષા માં ભસવા માંડે છે અને તમે તેને વહાલ કરો છો, ખરું ને…? શું તમે જાણવા માંગો છે કે તેને ભસતા ભાસતા તમને શું કહ્યું ?
મિત્રો, એક ડિવાઇસ આવી રહ્યું છે જે પ્રાણીઓ ની ભાષા ને ઇંગલિશ ભાષા માં રૂપાંતરિત કરી અને પ્રાણીઓના માનસ ની લગણી ને વાચા આપી શકશે!! આ કોઈ અનુમાન નથી કે વિચાર નથી , હકીકત છે..!! એક જાણીતા પ્રાણી રિસર્ચર અને વૈજ્ઞાનિક જેઓ પ્રાણીક બિહેવિયર ના નિષ્ણાત મનાય છે તેઓ આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરી અને પ્રાણીક ભાશાન્તર માટેનું એક ડિવાઇસ તૈયાર કરી રહ્યા છે. તેમનું નામ છે Con Slobodchikoff અને તેઓએ નોર્થન એરિઝોના યુનિવર્સીટી માં રિસર્ચ કરી અને જંગલી ખિસખોલી વચ્ચે થતા સંવાદો ને રેકોર્ડ કાર્ય છે અને તેના ઉપર થી તેઓ ભાશાંતર કરવા માટે નો અલ્ગોરિધમ તૈયાર કરી રહ્યા છે.

તેઓએ 2017 માં Zoolingua company ની સ્થાપના કરી હતી જે આજ ઉદ્દેશ્ય માટે કાર્યરત છે. તેઓ એ કહ્યું હતું કે “જો તેઓ જંગલી ખિસકોલી નો વાર્તાલાપ સમજી શકે તો શ્વાન અને બિલાડી ના શબ્દો ને સમજવાનું પણ શક્ય બનશે” .
આશા રાખીયે કે હવે નજીક ના ભવિષ્ય માં આપણે પ્રાણીજગત સાથે વાર્તાલાપ કરી અને તેમનો મૂડ, ભાવના અને લાગણી ને વધુ નજીક થી સમજી શકીશું.