આજે બે તહેવાર નો સમન્વય છે, મુસ્લિમો નો રમજાન અને હિન્દુઓની અક્ષય તૃતીયા !!
ચાલો થોડું જાણીયે અક્ષય તૃતીયા કે અખા ત્રીજ તરીકે ઓળખાતા તહેવાર વિષે, શાત્રોમાં કહ્યું છે કે આજના દિવસે કરેલ જપ,તપ, જ્ઞાન અમે દામ અક્ષય ફળ આપતું હોય છે. આજના દિવસે સ્વર્ણિમ અને સત્યના યુગનો આરંભ થયો તેવું માનવામાં આવે છે તેથી તેને યુગાદિ તૃતીયા પણ કહે છે. આ ઉપરાંત આજના દીવાએ સોનુ કે ચાંદી ખરીદવું પણ લાભકારી મનાય છે
લક્ષ્મી અને ધન ધાન્યની પ્રાપ્તિ માટે આજે આટલી બાબતો ધ્યાનમાં રાખવી:
* આજના દિવસે બ્રહ્મ મૂહૂર્તમાં ઉઠવું અને સ્નાન કરવું
* પીળા વસ્ત્ર ધારણ કરવા
* સવારે ઉઠી અને સૂર્યને જળ અર્પણ કરવું
* મહાલક્ષ્મી સ્ત્રોત્રનું પઠન કરવું લાભકારક રહે છે
* ઘરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્ર મૂકી અને દીવો કરવો
આજના દિવસે નિમ્નલિખિત મૂળ મંત્રનો જાપ કરવો :