નામમાં શું રાખ્યું કહેનારે પણ,
નીચે પોતાનું નામ તો લખ્યું છે.
જાણ છે જ ટકવાનું નથી અહીં,
તો પણ નામમાં તો મન મોહ્યું છે.
હરિ નામ એક જ સાચું ગણાય,
છતાં ખુદનું નામ સદા જપ્યું છે.
સૌનો સાથ સારી વાત લાગતી,
છતાંય નામ પોતાનું જ રમ્યું છે.
હું જ છું એ અભિમાન કાયમ છે,
ને માટે જ નામ તો કાયમ ગમ્યું છે.
નિલેશ બગથરિયા “નીલ”


















































