રિઝર્વ બેંકના ગવર્નર શક્તકાંત દાસે નાણાંકીય નીતિ સમીક્ષા બાદ આજે કેટલાક મોટા પગલાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ટર્મ લોન લેનાર તમામ ગ્રાહકોને ત્રણ મહિના સુધી ઇએમઆઇની ચુકવણી કરવાની જરૂર રહેશે નહીં. આ લાભ સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંકો, ક્ષેત્રિય ગ્રામીણ બેંકો, સહકારી બેંકો અથવા કોઇ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીથી લોન લેનાર તમામ ગ્રાહકોને મળશે.
બેંકિંગ જગતમાં ટર્મ લોન એવી લોનને કહેવામાં આવે છે જેની ચુકવણી માટે બેંક એક નિશ્ચિત રકમ નક્કી કરે છે. આમા આ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. આ દ્રષ્ટિથી આ ઘોષણાનો લાભ હોમ લોન લેનાર લોકોને, કાર અથવા અન્ય મોટર વાહન માટે લોન લેનાર મળે છે. પર્સનલ લોન લેનાર, મશીનરીમાટે લોન લેનારને ફાયદો થશે. રિઝર્વ બેંકની જાહેરાત બાદ કેટલાક લોકો આ માનવા લાગ્યા છે કે, તેમને ત્રણ મહિના સુધી લોનની ઇએમઆઈ ચુકવવી પડશે નહીં. આનાથી મુÂક્ત મળશે પરંતુ રિઝર્વ બેંકે ખુલાસો કરતા કહ્યું છે કે, ત્રણ મહિના સુધી ઇએમઆઇની ચુકવણી ટાળી દેવામાં આવી છે. આનો લાભ લેનાર ગ્રાહકોના ઇન્સ્ટોલમેન્ટ વધારી દેવામાં આવ્યા છે.
ત્રણ મહિનાની અમાટે વધારાના વ્યાજની ચુકવણી પણ કરવી પડશે. સ્ટેટ બેંકના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે, ક્રેડિટ કાર્ડનું બિલ ટર્મ લોન નથી પરંતુ ખરીદીનું બિલ છે. રિઝર્વ બેંકની ઘોષણામાં તે સામેલ નથી. બેંક બજાર ડોટ કોમના સીઈઓ આદિલ શેટ્ટીએ કહ્યું છે કે, લોનના ઇએમઆઈ ચુકવણી પર ત્રણ મહિના સુધી રાહત મળવાથી ગ્રાહકોને ફાયદો થશે. કોરોના વાયરસના પરિણામ સ્વરુપે દેશભરમાં તમામ ગતિવિધિઓ ઠપ થયેલી છે ત્યારે આ પ્રકારનો કઠોર નિર્ણય કરાયો છે.
રિઝર્વ બેંકના કહેવા મુજબ ત્રણ મહિના સુધી ઇએમઆઈ નહીં ચુકવવાથી તેમના ક્રેડિટ સ્કોર પર કોઇ અસર થશે નહીં. ઇએમઆઈથી ત્રણ મહિના સુધી રાહત મળી ગઈ છે.


















































