આઝાદી ની કિંમત આજે સમજાઈ રહી છે …
સંગ રહેનાર ને હવે એકાંત માં ક્યાં ગમે છે …
થઇ ગયો માનવી લાચાર આજે …
કુદરતે પોતાની તાકાત બતાવી છે …
ભૂલો કોની હવે એ ક્યાં શોધવાની છે …
બસ ,નવી ભૂલો ન થાયે જ હવે જોવાની છે …
કુદરત નો જ આ કહેર છે …
એ વાત જ હવે સમજવાની છે …
વાત હવે માનવી ને ઘર માં રહેવાની છે …
વાત હવે જીવન ને બચાવવા ની છે …
ખુશ થા માનવી પરિવાર તો સાથે છે …
ઘણા તો પરિવાર થી દૂર પણ આજે છે …
ઘણા ને તો પરિવાર ને મળવા ની તડપ જાગી છે …
ઘણા ને ઘર પણ જેલ લાગે છે …
આઝાદી ની કિંમત હવે સમજાય ગઈ હોય એવું લાગે છે …
વાત હવે સમજવાની છે …
વાત હવે બસ ઘર માં રહેવાની છે …
વાત હવે બસ ઘર માં રહેવાની છે …
~હેતલ જોષી


















































