સમજણ વગર ભટક્યા કરે છે
એટલે જ તો અટક્યા કરે છે.
રાહ પર છે નહીં સવારે સવારે
શમણાં પછી તો છટક્યા કરે છે.
ઉતરે નહીં કદી પણ સમયે અંદર
પછી સમાધાન કાજે તડપ્યા કરે છે.
વળવાનું તો સમયે હોય જાણે નહીં
ને પછી તો ગોળ ગોળ ફર્યા કરે છે.
એકલતા પણ જરૂરી હોય છે ક્યારેક
છતાં વિના સમજ ટોળાંમાં ભમ્યા કરે છે.
રચના: નિલેશ બગથરિયા


















































