“વાહ.. શું જગ્યા શોધી છે પંચર થવા માટે! સ્ટૅપની પણ નથી. ગ્રેટ!”
નૈતિકે આસપાસ નજર દોડાવી. ફક્ત બે થી ત્રણ ઘર સિવાય બીજુ કાય ન હતું. ચાર કલાકથી ડ્રાઈવ કરી રહ્યો હતો અને દિવસ આથમે એ પહેલાં ઘર ભેગું થવાની ઈચ્છા હતી. પણ હવે…..મોબાઇલની બેટરી પણ ઝીરો થઈ ગઈ હતી.
“કોણે કહ્યું હતું આખા રસ્તે ગીત સાંભળવાનું?”
પોતાના પર ગુસ્સો કરતાં સામેના બંગલા પાસે જઈ ડોર બેલ વગાડી. દરવાજો ખુલ્યો. એક અતિ સુંદર કન્યા સામે ઉભી હતી.
“યેસ?”
“અ……હલો. સોરી, હું નૈતિક શાહ. બરોડા થી સુરત જીઈ રહ્યો હતો અને મારૂ ટાયર પંચર થઈ ગયું છે, મોબાઇલની બેટરી પણ ડાઉન છે. કૅન આઈ પ્લીઝ મેક અ કોલ?”
છોકરી એ ચોખવટ કરવા નૈતિકેની પાછળ જોયું. સંતોષ થતા, હામી ભરી અને એને અંદર આવવા દીધો.
“હેલો. હું નિયતી. ફોન સામે છે.”
“થેંક યુ.”
નૈતિક ફોન પર વાત કરે ત્યાં નિયતી એના માટે પાણી લઈ આવી. થોડી વાર વાતચીત કર્યા પછી, નૈતિક બોલ્યો,
“મેકેનિક થોડી વારમાં આવશે. હું કારમાં રાહ જોઉં છું. થેંક યુ વન્સ અગેન.”
નિયતી એ માથું હલાવતા ના પાડી.
“બહાર તાપ બહુ છે. તમે અહીં ઘરમાં બેસીને રાહ જોઈ શકો છો. મોબાઇલ પણ ચાર્જ કરીલો.”
આજે ત્રણ વર્ષ પછી…….
ભાગ્ય એ કરેલ ટાયર પંકચરનુ પરિણામ એના ખોળે હસતુ હતુ. નિયતી પાછળથી આવીને નૈતિકને ગળે વળગીને કહ્યું ,
“હેપી એનીવર્સરી.”
નૈતિક ફર્યો અને ફરી નિયતીને બાથમાં લેતા બોલ્યો,
“મારી જાન, એમ બોલ, હેપી ટાયર પંચર!”
Related