અચાનક જ વિચારો નું ઘોડાપુર આવ્યું
અને શબ્દો ને શણગારવાની પ્રક્રિયા શરૂ થઈ
“હું મૃત્યુ ને પ્રેમ કરુ છું ”
જીવન છે એટલે મૃત્યુ નિશ્ચિત છે,
નિશ્ચિત છે એટલે જ પ્રેમ કરું છું.
વસ્ત્રો થી અલમારી ખીચોખીચ ભરેલી છે,
છતાં પણ નવા વસ્ત્રો ની ચાહ હંમેશા હોય છે.
થલતેજ ચાર રસ્તા થી નજીક શંકર દાદા બિરાજે છે
પસાર થાઉં ત્યારે અચૂક બે ઘડી વાતો કરુ એમની સાથે
કે આવવાનું તો અહીં જ છે પણ એ ધડી ની ખબર નથી.અને થોડુંક આગળ જતાં તરત જ વિચાર આવે છે કે ખરેખર અહીં જ આવવાનું થશે કે પછી બીજે ક્યાંક..
કયારેક કોઈ કહે છે કે અધરી છે તું….
હું હસીને કહું છું કે સરળ છું એટલે સમજવા માં અધરી છું. હું મૃત્યુ ને પ્રેમ કરુ છું…….
વાતો કરતા કરતા અચાનક મિત્ર કહે છે કે કંટાળાજનક છે તું, તરતજ બોલાઈ જાય છે કે તમારા મનનાં વિચારો માં જેવી છું તેવી નથી એટલે…..
ગમતાં અને પારખી ને લીધેલા વસ્ત્રો પણ કયારેક શરીર પર ઉઝરડાં આપે છે.ત્યારે થાય કે હવે મલમલ નાં વસ્ત્રો જ લઈશું અને એની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
સુખ,સમૃદ્ધિ અને ખુશીઓ થી ભરપુર છે જીંદગી કોઈ જ ઉતાવળ નથી, પણ અચાનક આવી જાય તો આગમન ની તૈયારી ભરપુર છે. નવા વસ્ત્ર ની ડીલીવરી ની રાહ જોવાય છે.
હું મૃત્યુ ને પ્રેમ કરુ છું…… કારણ કે એ અધવચ્ચે ક્યારેય નથી છોડતુ……….
કિન્નલ નાયક


















































