બોલિવુડના જાણીતા ગાયક કલાકાર સોનૂ નિગમ ફરી એકવખત પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. તેણે ન માત્ર હિન્દીમાં પણ કન્નડ, તમિલ, બંગાળી અને ગુજરાતી ભાષામાં પણ ગીત ગાયા છે. દેશનો જાણીતો અને સુપરહીટ ગાયક હોવા છતાં સોનૂ નિગમ નથી ઈચ્છતો કે, એનો દીકરો ગાયક બને. સોનૂએ ખુદ આ વાત કહી છે કે, મારો દીકરો ગાયક બને એવું હું ઈચ્છતો નથી અને ભારત દેશમાં તો બિલકુલ નહીં.
સોનૂ નિગમની જેમ એનો પુત્ર નિવાન નિગમ પણ સારો ગાયક છે. એના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં તે પોતાની ઉંમર કરતા વધારે બેસ્ટ ગીત ગાઈ રહ્યો છે. પણ પિતા નથી ઈચ્છતા કે, ભારત દેશમાં તે જાણીતો ચહેરો કે અવાજ બને. મીડિયા સાથેની વાતચીતમાં સોનૂએ કહ્યું કે, સાચું કહું તો હું એને ગાયક બનાવવા માગતો નથી. કમ સે કમ ભારતમાં તો નહીં જ. હવે તે ભારતમાં નથી રહેતો હાલ તે દુબઈમાં રહે છે.
સોનૂએ કહ્યુ કે, હું પહેલેથી જ એને ભારતની બહાર લાવી ચૂક્યો છું. એ તો જન્મજાત ગાયક છે. પણ એ સિવાય પણ બીજા વિષયમાં એને રસ છે. તે યુનાઈટેડ આરબ અમીરાતના ટોપ ગેમર્સમાંથી એક છે. અહીં એક ગેમ છે જેનું નામ છે fortnight, આ ગેમ રમવામાં તે બીજા ક્રમે છે. તે એક પ્રતિભાશાળી છોકરો છે. જેની અંદર ઘણી બધી ક્વોલિટી અને ટેલેન્ટ છે. હું નથી ઈચ્છતો કે, તે હું એને એમ કહું કે આમ કર. જોઈએ છે તે આગળ શું કરે છે. તાજેતરમાં સોનૂએ એક ભજન રીલિઝ કર્યું છે જેનું નામ છે ‘ઈશ્વર કા સચ્ચા બંદા’. સોનૂ નિગમ અનેક વખત પોતાના નિવેદનને લઈને ચર્ચામાં રહ્યો છે.


















































