– 8મી નવેમ્બર 1888ના દિવસે
– માંગરોળ પાસેના દરિયામાં વીજળી નામનું જહાજ ડૂબી ગયાની કરૂણાંતિકાને 132 વર્ષ પૂર્ણ.
ટાઈટેનિક જેવી જ ગોઝારી દરિયાઈ દુર્ઘટના સોરઠના દરિયામાં ૮મી નવેમ્બર ૧૮૮૮ના રોજ સર્જાઈ હતી. સોમનાથ અને પોરબંદર વચ્ચે માંગરોળ પાસેના દરિયામાં ‘વીજળી’ નામનું હુલામણું નામ ધરાવતું વિરાટ જહાજ ડુબી ગયું હતું. આ ઐતિહાસિક કરૂણાંતિકાને ૮મી નવેમ્બરે ૧૩૨ વર્ષ પૂર્ણ થશે. આ જહાજને ગુજરાતના ટાઈટેનિક તરીકે ઓળખવામાં આવે છે.
એ.જે. શેફર્ડ એન્ડ કું. મુંબઈની માલિકીનું વૈતરણા નામનું જહાજ કે જેનું હુલામણું નામ #વીજલી હતું. આ જહાજની લંબાઈ ૧૭૦ ફુટ અને પહોળાઈ ૨૬ ફુટ હતી. તેને બનતા ૩ વર્ષલાગ્યા હતાં. વરાળથી ચાલતું આ જહાજ માંડવી અને મુંબઈ વચ્ચે મુસાફરો તથા માલ સામાન લઈને અવરજવર કરતું હતું.
આ જહાજ ૮મી નવેમ્બર ૧૮૮૮ના રોજ માંડવીથી મુંબઈ જવા નિકળ્યું આ જહાજના કપ્તાન #હાજી_કાસમ હતાં. જહાજ માંડવીથી દ્વારકા ગયું ત્યાંથી મુસાફરો લઈ પોરબંદર અને ત્યાંથી મુંબઈ જવા નિકળ્યું ત્યારે રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં માંગરોળ નજીકના દરિયામાં વાવાજોડાને લીધે ઉછળતા ઉંચા – ઉંચા મોજાની થપાટ ખાઈ ડુબી ગયું. આ જહાજમાં રહેલા ૧૩૦૦ મુસાફરો ડુબીને મૃત્યુ પામ્યા હોવાની લોકવાયકા છે. આ વીજલી જહાજમાં ૧૩ જાનના જાનૈયા તથા મુંબઈ યુનિ.માં મેટ્રિકની પરીક્ષા આપવા જતા સંખ્યાબંધ વિદ્યાર્થીઓ પણ સામેલ હતાં.
આ દરિયાઈ દુર્ઘટના ઉપરથી ગુજરાતમાં અનેક દરિયાઈ દંતકથાઓ, લોકગીતો, રચાયા. આ ઘટના ઉપરતી લેખક ગુણવંતરાય આચાર્યએ ‘હજી કાસમ તારી વીજળી’ નામનું પુસ્તક લખ્યું તો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ તેમના લોકગીત સંગ્રહ રઢિયાળી રાતમાં ‘હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ’નું કરૂણ લોકગીત આલેખ્યું. જે આજે પણ ગામડાના પાદરોમાં ગવાય છે.


















































