શિક્ષણ અને શિક્ષક
લેખિકા માનસી દેસાઈ
ભગવાન થી પણ ઉંચો દરજ્જો પામનાર શિક્ષક આજે મને જ્ઞાન અને કોઈ પણ શાસ્ત્રહીન લાગે છેઃ અહીં મેં સસ્ત્ર શા માટે કહ્યું એ તમને આગળ સમજાશે પેલા એવુ હતું કે ” વિદ્યાર્થી શિક્ષક થી ડરતા, આદર કરતા પણ આજ નો હાલ એવો છેઃ કે એક શિક્ષકે વિદ્યાર્થી અને એમના માબાપ થી ડરવું પડે છેઃ ” કડવું છેઃ પણ સત્ય છેઃ તમને લોકો ને યાદ જ હશે એક કહેવત ” સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે ધમ ધમ ” પણ સરકાર ના નિયમો. આજે ક્યારેય કોઈ વાર ભૂલ થી જો મરાય ગયું તો વાલીઓ તૂટી જ પડે કેમેરા ની સુવિધાઓ આજે એક શિક્ષક માટે જાણે કપાળે બન્ધુક તાકી રાખી હોય એવી પરિસ્થિતિ છેઃ શિક્ષક જો ક્યારેક કોઈક વાર ભૂલ થી
1 લેસન નં કર્યું હોય
2 શિસ્ત બદ્ધ ના હોય
3 અક્ષર સરખા ના હોય
4 વાણી, વર્તન સરખું ના હોય
5 ધમાલી હોય
6 શિક્ષક પ્રત્યે આદર ના હોય
7 ભણતા જ ના હોય
8 સમય ની કિંમત ના કરતા હોય
9 વ્યસન કરતા હોય
આમ અનેક કારણો ના લીધે જયારે એક શિક્ષક માબાપ નું સ્થાન લઇ સોટી હાથ માં ફટકારે છેઃ ત્યારે ઘણી વાર શિક્ષકો એ પોતાની નોકરી, અને સમ્માન ગુમાવું પડે છેઃ
આજે શિક્ષક મજુર કરતા પણ ઓછું કમાય છેઃ છ, આઠ કલ્લાક ની જોબ દરમ્યાન જેટલી પીડા સાહેબ છેઃ એ કદાચ કોઈ ને નજર આવી જ નથી
પેહેલા ના જમાના માં શિક્ષક ને ” માસ્તર કહેતા હતા કારણકે આજ એક એવુ ચરિત્ર છેઃ જે માં ના સ્થાને પોચી ને બાળક ને ઘડે છેઃ ”
રહી વાત શિક્ષણ ની તો ભારત નું શિક્ષણ મને સમજાતું જ નથી હું એવુ સમજુ છું કે જ્યાં ને ત્યાં હજારો સ્કૂલ ખોલવાની પરમિશન સરકારે આપી છેઃ એ ખોટું છેઃ એવી સ્કૂલ માં દસ પાસ , બાર પાસ વ્યક્તિઓને ત્રણ ચાર હજાર માં શિક્ષક તરીકે રાખી શિક્ષણ નું સ્તર સાવ ઊંડું કરી નાખ્યું છેઃ
આજે ફેંક ડિગ્રીઓ પણ મેળવીને લોકો શાન થી ફરી ને હોશિયારી મારે છેઃ દફ્તર નો ભાર ઓછો કરવા કરતા શિક્ષણ નો ભાર વધારે હોય તો ચાલશે પણ જેના દ્વારા સમાજ નું ઘડતર થાય છેઃ એનું જ ઘર કફોડી પરિસ્થિતિ માં હોય એ શોભા ના અપાય
શિક્ષક ને પણ જીવતા માણસ ગણો સમજો સ્વીકારો એમની જરૂરિયાત ને સમજો અને બને તો શિક્ષણ અને શિક્ષક ને અને એની પરિસ્થિતિ ને સુધારો
~ માનસી દેસાઈ


















































