હવે ભગવાનને પ્રાર્થના કરવા સિવાય આપણી પાસે બીજો કઈ રસ્તો નથી. પહેલા ભાઈ ઉભા થયા અને ભગવાનને પ્રાર્થના કરી , “હે ભગવાન! મારી ખેતરની જમીન સુકાતી જાય છે. જો એ જમીન સુકાતી જશે તો પાક કેવી રીતે ઉગશે? અને પાક નહિ ઉગે તો પૈસા કેવી રીતે આવશે? અને પૈસા નહિ આવે તો અમે લોકો ખાઈશું શુ? મારાં માટે એવું કંઈક કરો કે વરસાદ આવી જાય.” ભગવાન એ પ્રાર્થના તો સાંભળી છતાં વરસાદ ન આવ્યો. બધા નિરાશ થયા. બીજા ભાઈ ઉભા થયા અને તેને પ્રાર્થના કરી, “હે ભગવાન! પાણી માટે મારુ પરિવાર તડપી રહ્યું છે. તે લોકો ભૂખ્યાં છે. હું પણ ભૂખ્યો છું. વરસાદ આવે એવું કંઈક કરો.” આ વખતે પણ વરસાદ ન આવ્યો. આવી જ રીતે બધાએ ભગવાનને પ્રાર્થના કરી. પણ ભગવાન એ કોઈની પ્રાર્થના સ્વીકારી નહિ. છેલ્લે હજી એક ભાઈએ પ્રાર્થના કરી. “હે ભગવાન! અમારું આખું ગામ ભૂખ્યું છે, ખેતર સુકાયેલા છે, નદીઓ ખાલી છે, પશુ-પક્ષીઓ પાણી માટે તડપે છે. મારી પણ તમને પ્રાર્થના છે કે હવે વરસાદ આવી જાય. બધા ખુશ થાય એવું કંઈક કરો.” આ ભાઈની પ્રાર્થના ભગવાન એ સાંભળી લીધી અને તરત જ વરસાદ આવવા લાગ્યો. બધા ખુશ તો થયા જ પણ સાથે વિચારોમાં પણ પડી ગયા. એ બધાએ પ્રાર્થના કરી પણ ભગવાન એ પ્રાર્થના ન સાંભળી તો આ ભાઈ એ પ્રાર્થના કરી તો ભગવાન એ પ્રાર્થના કેમ સાંભળી. એવું “શા માટે?” કર્યું. તે લોકોએ ભગવાનને આ સવાલ પૂછ્યો.
ભગવાન એ કહ્યું, “બધા પોત-પોતાની ખુશીઓ માટે પ્રાર્થના કરી રહ્યા હતા. બસ પોતાના પરિવાર જેટલું જ પણી જોતું હતું. જ્યારે કે આ ભાઈ એ બધા માટે વિચાર્યું. તેને આખા ગામ માટે પ્રાર્થના કરી. પશુ-પક્ષીઓ માટે પ્રાર્થના કરી. અને તેથી જ મેં એની પ્રાર્થના સ્વીકારી અને વરસાદ આવી ગયો.”


















































