– શું તમે સાંધાના દુ:ખાવાની થી પરેશાન છો ?
– શું વારંવાર તમારું શરીર જકડાઈ જાય છે ?
– શું તમને કમરનો દુ:ખાવો છે?
– શું તમારા બાળકના શારીરિક અને માનસિક વિકાસ ઈચ્છો છો ?
– શું તમને ખબર છે કે તમારા હાડકામાં કેલ્શિયમ ની કેટલી માત્રા છે?
– શું તમને ખબર છે કે તમારા શરીરમાં રોજે કેટલું કેલ્શિયમ જોઈએ છે ?
– શું તમે જાણો છો આર્થરાઇટિસ અને ઑસ્ટિયોપોરોસિસ સામે કઈ રીતે લડત આપવી ?

આ બધા જ પ્રશ્નોનો જવાબ જાણવા માટે એ જાણવું જરૂરી છે કે, જો આપણાં સ્વસ્થ હશે હાડકા, તો સ્વસ્થ રહેશે શરીર.
આજના યુગમાં ઘરે ઘરે સાંધાના દુ:ખાવાની ફરિયાદ જોવા મળે છે.આ તકલીફનું મૂળ કારણ છે આપણા હાડકાઓમાં રહેલી કેલ્શિયમની ઉણપ. તમને પ્રશ્ન થશે કે આપણા શરીરના હાડકાઓમાં કેલ્શિયિમનું પ્રમાણ કેટલા પ્રમાણમાં હોવું જોઈએ ? તે માટે ડાયેટ કેલ્શિયમ ચેક અપ કરવામાં આવે છે. જેના માટે લેબોરેટરીમાં 1200થી 1500 રૂપિયમાં ટેસ્ટ થતો હોય છે. જે ઘણા લોકોને પરવડે તેમ નથી. જેના માટે જ ખોજ બાય પુનિતજી હેલ્પિંગ ફાઉન્ડેશન દ્વારા BMD એટલે કે 🦴 Bone Mineral Density કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં હાડકામાં કેલ્શિયમની કમીના રિપોર્ટ નજીવા દરે એટલે કે માત્ર 100 રૂપિયામાં કરી આપવામાં આવ્યો. નજીવો ખર્ચમાં કરીને લોકોને તેમના હેલ્થ અને ડાયેટ કેલ્શિયમની જાણકારી પણ ફ્રી આપવામાં આવી. આ ઉપરાંત, જરૂરી ખાનપાન અને હેલ્પ સપ્લિટમેન્ટ પણ પૂરા પાડવામાં આવ્યા.
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી જાણીતી હરિઓમ સોસાયટીના રહીશો માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકોએ ભાગ લીધો. ન માત્ર વડીલો પણ નવયુવાનો પણ આ કેમ્પમાં જોડાયા. હાડકાંની વિવિધ તકલીફોથી પીડાતા લોકો હોય કે સ્વાસ્થ્ય માટે જાગૃત નાગરીકોએ આ કેમ્પમની કામગીરી અને અસરકારકતાને બીરદાવી હતી. આ કેમ્પમાં ખોજ સંસ્થાના ગુજરાત પ્રેસિડેન્ટ શ્રી પુનિતજી લુલા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદના મોદીકેર તરફથી આશા કાનાણી અને હલ્દી પારકરે માનદ સેવા આપીને લોકોને જાણકારી આપી હતી.

તમે પણ તમારા વિસ્તારમાં આવો કેમ્પ કરાવવા માંગતા હોવ તો ખોજ સંસ્થાનો સંપર્ક કરી શકો છો.
📲 *Contacts:
પુનિતજી લુલા 9687604626,
હલ્દિ પારકર 9722811301


















































