અમારો આપેલો ” મોટો ” સેટ વાર્તા
ધીરજ, અને સ્નેહા ના લગ્ન ને દસ વર્ષ વીતી ગયા હતા આ દસ વર્ષ ના દરિયા માં ઘણા રંગો આવ્યા, ઉતાર ચઢાવ પણ આવ્યા માન, અપમાન, સમ્માન, સ્વાભિમાન, પ્રેમ, ગુસ્સો, નફરત, હીન ભાવ, વેદના, પીડા અસંખ્ય વખત આવ્યા ગયા અને દસ વર્ષ પુરા કર્યા ના ગર્વ ની ઉજવણી રાખવામાં આવી ભરેલા ઘરમાં સ્નેહા ખાલી, એકલી એવી હસ્તી ધીરજ મજબુર પણ સ્નેહા માટે મજબુર “સત્યનારાયણ ” ની કથા રખાઈ અને હોટલ માં જમવાનું બધાને તેડાવ્યા
સમી સાંજે સ્નેહા તૈયાર થવા લાગી અને લગ્ન વખતે “પિયર ” થી આપવા માં આવેલો “સોનાનો સેટ ” પેર્યો બાર સાસુજી હસતા હસતા બોલ્યા ” અમારો આપેલો મોટો સેટ ” પેર બેટા સ્નેહા તરત બોલી મમ્મી આ મોટો નથી કે શું? ના બેટા આ મોટો નથી અમે તો મોટો જ આપ્યો હોય અમે તો નાનો આપ્યોજ ના હોય ને જા બદલ ” મોટો સેટ ” પેર
સ્નેહા ન રડી શકી, ન બોલી શકી પોતાની માં ની સામે “જ” સાસુજી એ આ કહ્યું એ પણ બધા સગા વ્હલા ઓ ની સને ભરેલા રૂમ માં કારણ કે એ સેટ એની માઁ નો આપેલો હતો કન્યાદાન નો માં ની મહેનત નો કેમ કરીને કોઈ દીકરી એ સહે કે પિયર નો સેટ નાનો ” જ ” હોય શું સાસિજી સમજી વિચારીને આ બોલ્યા? કે એમને ખબર નથી કે વહુ જોડે ફક્ત બે સેટ છે આ આપડો આપેલો પેર્યો નથી તો પિયરનો જ હોય તો શું ચૂપ ના રઈ શકતે? સોનુ સોનુ જ હોય ” નાનું “, કે “મોટુ ” ના હોય પણ હા આવા વાક્યો બોલીને ફક્ત એક સ્ત્રીએ પોતાની, પોતાના માબાપ, સાસુ સસરા, અને પતિ ની છબી બગાડી પોતાની અભણતા, નીચતા સાબિત કરી સાથ વર્ષે પણ ” શું, ક્યાં, કેટલું, કેવું, કોના માટે શું બોલવું જો ના આવડે તો એ સ્ત્રી નકામી
લેખિકા માનસી દેસાઈ


















































