ગુજરાતીની ફેમસ ડિશ એટલે ઢોકળા, ફાફળા, જલેબી અને હાંડવો. જો કે હાંડવો નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય. હાંડવો એવી વસ્તુ છે કે તમે સવારે નાસ્તામાં પણ ખાઈ શકો છો અને દિવસ દરમિયાન ભુખ લાગે તો પણ બનાવીને ખાઈ શકો છો.

પણ જ્યારે વ્રત અને ઉપવાસ ચાલતું હોય ત્યારે મન તો એવું થાય કે આ ખાઈ લવ તે ખાઈ લવ. પણ આપણે ઉપવાસમાં મોટાભાગે ચિપ્સ અથવા તો સુકી ભાજી બનાવતા હોય છીએ. પણ આ ખાઈને આપણે કંટાળી જાય છીએ. ત્યારે આજે અમે આપને જણાવીશું ઘરે જ કેવી રીતે બનાવશો ફરાળી ચટપટો હાંડવો…
ફરાળી હાંડવો બનાવવા માટે જોઈશે….
1 કપ શિંગોડાનો લોટ
અડધો કપ સિંગદાણાનો ભુકો
2 ચમચી દહીં
2 ચમચી ખાંડ
1 ચમચી તજ-લવિંગનો ભૂકો
લાલ મરચું સ્વાદાનુસાર
મીઠું સ્વાદાનુસાર
ધાણાભાજી
1 ચમચી તેલ
હાંડવો બનાવાવની રીત…
હાંડવો બનાવવા માટે તેલ સિવાય ઉપર આપવામાં આવેલી તમામ વસ્તુ પાણી વળે મિક્સ કરો.. હવે તેને થોડીવાર માટે રહેવા દો. થોડીવાર પછી ખીરાને ફીણી લો. હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેમાં જીરું નાખો. જીરૂં લાલ થાય એટલે તેમાં એક, ચમચી તલ નાખવા. ત્યાર બાદ લીમડો નાખવો. જે બાદ બનાવેલું ખીરામાંથી પુડલા જેવું પાથરવું. હવે આ હાંડવાને એકદમ ધીમા ગેસ રાખવો. ડીશ ઢાંકી દેવી. પાંચ મિનીટ રાખવું. પછી, પલટાવીને પાંચ મિનીટ રાખવું. હવે ઉપરથી ધાણાભાજી એડ કરીને ગરમાગરમ સર્વ કરો…


















































