આજકાલ બિમારી એટલી વધી ગઈ છે કે વાત ના પૂછો. દરેક ઘરમાં તમને નાની મોટી બિમારી જોવા મળશે. એવામાં ઘણા ઘરોમાં તો બીપી અને ડાયાબિટીસના કેસ પણ જોવા મળે છે. જેથી ઘરમાં કેટલાક મેડિકલ ગેજેચ રાખવા જોઈએ. જેથી તે ગમે ત્યારે કામ આવી શકે..
આવો જાણીએ ક્યા મેડિકલ ગેજેટ્સ આપણે આપણા ઘરમાં વસાવીને રાખવા જોઈએ….
ડિજિટલ થર્મોમીટર
જો ઘરે કોઈને તાવ આવે ત્યારે આ થર્મોમીટર કામ આવે છે. આ થર્મોટીરથી તમે જાણી શકો છો કો કે તાવની તીવ્રતા કેટલી છે.
પલ્સ ઓક્સિમીટર
કોરોના બાદ લગભગના લોકોના ઘરે પલ્સ ઓક્સિમીટર હશે. આ પલ્સ ઓક્સિમીટર તમારા ઓક્સિજનનું લેવલ માપવામાં કામ આવે છે. જેથી આ ગેજેટ પણ ઘરે રાખવું જોઈએ.
ડિજિટલ બ્લડ પ્રેશર મશીન
જે લોકોના ઘરમાં બ્લડ પ્રેશરના દર્દી છે તેને આ મશીન ચોક્કસ ઘરે રાખવું જોઈએ. બીપી ઓછું અને વધારે હોવાના સંકેત શરીરમાં થતા ચેન્જ પરથી સમજી શકાય છે. આ સંકેત પછી બીપી માપવું જરૂરી હોય છે.
ગ્લુકોમીટર
ડાયાબીટીસના દર્દી લગભગ ઘરમાં જોવા મળશે. જેથી ગ્લુકોમીટર ઘરમાં રાખવું જોઈએ જેથી તમે બ્લડ સુગર માપી શકો.
સ્ટીમર
આ એક ખાસ વસ્તુ છે. જે તમારે તમારા ઘરમાં રાખવી જ જોઈએ. ઉધરસ અને ગળામાં બળતરા જેવી તકલીફ હોય ત્યારે ઘરમાં સ્ટીમર રાખો અને તેનાતી તમે સ્ટીમ લઈ શકો છો.


















































