રાખડી ના તાંતણે જન્મોથી ગુંથાણી,
ભાઈ – બહેનના પ્રેમની અમર કહાણી..
V Help Foundation ની મહિલા પાંખ (Lady Wing) દ્વારા ભાઈ બહેનના પ્રેમની આ અમર કહાણી ની ગાથા માં ભારતી ના સપૂતો, Real Heroes એવા નરોડા ફાયર સ્ટેશન ના ફાયર ફાઈટર્સ જવાનો ને સુરક્ષા બંધન અને સોલા પોલીસ સ્ટેશન, S G Highway ખાતે ભારતીય પોલીસ ફોર્સ ના જાંબાઝ જવાનો સાથે Rakhi with Khaki ના વિશેષ કાર્યક્રમ દ્વારા જીવંત કરવામાં આવી…

V Help Foundation ની બહેનો દ્વારા ફાયર બ્રિગેડ અને પોલીસ ફોર્સના જવાનો ને રક્ષા બાંધી તેમની સુરક્ષા અને નિરામય. દીર્ઘાયુ ની ઈશ્વર ને પ્રાર્થના કરી હતી..
ચીફ ફાયર ઓફિસર શ્રી ગઢવી સાહેબ ફાયર જવાનોની સહસપૂર્ણ કામગીરી ને શબ્દદેહે રજૂ કરી ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા હતા તથા V Help Foundation દ્વારા દર વર્ષે ફાયર જવાનો સાથે ઉજવવામાં આવતી સુરક્ષા બંધન ની ઉજવણી ને સૌ ફાયર જવાનોએ હદયના ઊંડાણથી વધાવી સૌના દિલ જીતી લીધા હતા.

પોલીસ ફોર્સ ના જાંબાઝ જવાનો સાથે Rakhi with Khaki માં V Help Foundation ના કિન્નલબેન નાયક દ્વારા બહેનોની સુરક્ષાની ચિંતા વ્યક્ત કરાઇ હતી જેને પોલીસ જવાનોએ ચેલેન્જ તરીકે સ્વીકારી લીધી હતી…અને સમગ્ર વાતાવરણ રાધે રાધે ની આનંદ ધુની થી ગુંજતું કરી મૂક્યું હતું. તેમને બહેન વિહોણા રીક્ષા ચાલકને રક્ષા બાંધી તેમના સુખી જીવનની મંગલ કામના કરી હતી.
પોલીસ અને ફાયરના જવાનો કે જે ફરજ ના ભાગ રૂપે રક્ષાબંધન નો આ તહેવાર પોતાની બહેનો સાથે ઉજવી શકતા નથી તેઓના ચેહરા પર ખરેખર પોતાની બહેનને પ્રત્યક્ષ મળ્યાનો આનંદ જણાતો હતો.

જાણીતા બોઝનેશ ટાયકુન શ્રી આદિત્ય ઝાલા, શ્રીમતી કામાક્ષી દેવી ઝાલા અને કુમારી વિરાંગના દેવી ઝાલા પરિવાર વતી સુકામેવા થી ભરપૂર હોમ મેડ ચૂરમાં ના લાડુ એ સમગ્ર કાર્યક્રમ ને મીઠાશથી ભરી દીધો હતો. રાખડીઓ અંધ પ્રકાશ ગૃહની કન્યાઓ દ્વારા બનાવવામાં આવી હતી.
V Help Foundation મહિલા પાંખ વતી ખુશ્બુ શાહ, નેહી શાહ, હેતલ બ્રહ્મભટ્ટ, જાનુ બ્રહ્મભટ્ટ, પ્રીતિ પાંડે, પૂનમબેન પાંચાણી, શિલ્પાબેન રાવલ, બિરવા મેહતા, કામાક્ષી દેવી ઝાલા, કુમારી વિરાંગના દેવી ઝાલા, કિન્નલ નાયક, દીપ્તિ પટેલ, પ્રિશા પટેલની પ્રેરક ઉપસ્થિતિએ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

V Help Foundation ના ઉત્સહી કાર્યકરો શ્રી ધવલ શાહ, શ્રી વિજય મહાત્રે, શ્રી વિઝન રાવલ, શ્રી જૈમીન પટેલ, શ્રી કિરણભાઈ, શ્રી રમેશભાઈ, શ્રી પ્રવીણભાઈ વગેરે આ પ્રસંગે પોતાના અમૂલ્ય સમયનું યોગદાન આપી હાજર રહ્યા હતા.
સારથી શ્રી ધવલભાઈ ની કૃપાથી ભગવાન શિવજી અને ગાયત્રી માતા ના દિવ્ય સુભાષિશ સાથે આરંભયેલ આ સુરક્ષા બંધન ને વિરામ આપતા V Help Foundation ના પ્રમુખ અને પ્રથમ સેવક શ્રી સચિનભાઈ શાહ વતી ચીફ ફાયર ઓફિસર શ્રી ગઢવી સાહેબ, પી. આઈ. શ્રી બારોટ સાહેબ, શ્રી કૃણાલભાઈ ચૌધરી, શ્રી ભરત ભાઈ, શ્રી પ્રકાશભાઈ બારોટ તથા કાર્યક્રમને સફળ બનાવનાર સર્વે નો હદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


















































