તાજેતરમાં જ વી પબ્લિશર્સ દ્વારા તા. ૪ સપ્ટેમ્બરના રોજ સાહિત્ય ક્ષેત્રમાં આગળ વધી રહેલા નવોદિત લેખકમિત્રો તથા કવિમિત્રોને અગ્રેસર રાખવાના હેતુસર એક નવીનતમ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. વી પબ્લિશર્સ અને હાર્ટ ઓફ લિટરેચર ગ્રુપના સહયોગ દ્વારા આ સ્પર્ધા હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત દરેક પ્રતિયોગીએ એક સપ્તાહમાં બે વાર પોતાની રચનાઓ રજૂ કરવાની હતી.
આ તમામ નવોદિત લેખકો અને કવિમિત્રોની રચનાઓને આઈ ગુજ્જુ, કવિજગત, નવજીવન ટાઈમ્સ, ગુજરાત પત્રિકા, ન્યૂઝમોન્ક્સ, ડેઈલીહન્ટ તથા હાર્ટ ઓફ લિટરેચર જેવા વિભિન્ન પોર્ટલ પર પ્રકાશિત કરવામાં આવી હતી, જેને વાચકમિત્રો દ્વારા બ્હોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. પ્રથમ અને બીજા સપ્તાહના વિજેતા તરીકે મુંબઈના શમીમ મર્ચન્ટ પ્રથમ ક્રમાંકે, અમદાવાદના દર્શના રાણપુરા બીજા ક્રમાંકે, મોરબીના જાગૃતિ કૈલા ત્રીજા ક્રમાંકે, રાજકોટના મોનિકા તન્ના ચોથા ક્રમે તથા અમદાવાદના રાજશ્રી સાગર તથા વેદિકા શાહ પાંચમા ક્રમાંકે જીત હાંસલ કરી હતી.
તમામ વિજેતા મિત્રોને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ નવતર પ્રયોગમાં ડેઈલીહન્ટ, નવજીવન ટાઈમ્સ, ગુજરાત પત્રિકા, ન્યૂઝ આસપાસ ડોટ કોમ, તેજ ગુજરાતી જેવાા મીડિયા પાટનર્સે તથા લાયન્સ ઈન્ટરનેશનલ અને સ્ત્રીત્વ જેવી સામાજિક સંસ્થાઓએ પૂર્ણ સહયોગ આપ્યો હતો.




















































