સંયુક્ત રાષ્ટ્ર સંઘ સન 1972 થી 5 જૂન ને વિશ્વ પર્યાવરણ દિન ઘોષિત કર્યો છે અને પર્યાવરણ ની જાળવણી, સંવર્ધન, જાગૃતિ અને ચેતનાની વાતોનો કાર્યક્રમ ના માધ્યમથી પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે. પ્રાકૃતિક સંપદા અને પ્રકૃતિ માનવ જાતિ માટે પરમ પોષક અને જીવન દાત્રી છે. કુદરતી સંસાધનોનો બેફામ ઉપયોગ પૃથ્વીવાસીઓ દ્વારા કરવામાં આવ્યો છે. વાયુ, જલ, જમીન, અવાજ માનવ દ્વારા અતિ પ્રદૂષિત થયા છે. માનવ જીવન ખતરામાં આવી ગયું છે. સાથોસાથ દિવસ – રાત પળે પળે પલટાતા કુદરતના અજાયબી ભર્યા ખેલ નું ચક્ર સતત ફરતું જ રહે છે. નિત્ય નવીન લાગે છે.
આ પરિસ્થિતિમાં આપણે સૌએ પર્યાવરણ મિત્ર બનવા સંકલ્પબદ્ધ થવું પડશે નહિ તો આવનારી પેઢી માફ નહિ કરે. પાણી નો બચાવ, અન્નનો બગાડ, જંગલનું છેદન સામે સમજણની સાચી લડાઇ લડવી પડશે. બેફામ પ્લાસ્ટિકના ઉપયોગને મર્યાદિત કરીને બંધ કરવો પડશે. પ્રદૂષણ ને નાથવા આપણે સૌ એ ઇકો – ફ્રેન્ડલી બનવું પડશે. પર્યાવરણ મિત્ર બનવા આપણે શું કરી શકીએ….!!
01. સિંગલ પ્લાસ્ટિકનો ઉપયોગ ક્રમશઃ ઘટાડીને બંધ કરવો.
02. સાયકલિંગ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે અને કાર પૂલને અપનાવવું.
03. કાગળ નો ઉપયોગ પૂરો કરો અને તેને વેસ્ટ ના કરો.
04. ઓફિસમાં પેપર – પ્લાસ્ટિક ના કપ નો ઉપયોગ બંધ કરો.
05. વૃક્ષ વાવો..તેની ઝુંબેશમાં ભાગ લો.
06. જુની ચોપડી, કપડાં અને રમકડાં ફેંકી ના દો. ચેરિટી માં આપો.
07. ખરીદી કરવા જાવ ત્યારે કપડાંની બેગ – થેલી લઈને જાવ.
08. બને ત્યાં સુધી ફરીથી વાપરી શકાય તેવી વસ્તુ વાપરો.
09. વીજળીક સાધનો જરૂર ના હોય ત્યારે બંધ રાખો.
10. પાણીનો બચાવ કરતા શીખો. બગાડ નહીં.
યાદ રાખો……..!!
સવારનું ખૂલતું અને ખીલતું પુષ્પ કરમાઈ જાય તે પેહલા સુવાસ અને સ્મિત પ્રદાન કરે છે.
સવારના પહોરમાં ઊગતો સુર્ય સમસ્ત જગતને પ્રકાશ રેલાવીને જગતને ઉપકૃત કરે છે.
હિમાલયમાં થી પ્રગટતી ગંગોત્રી સાગરમાં વિલીન થાય તે પેહલા તૃષાતુર ની પ્યાસ છીપાવવા નું મંગળ કાર્ય કરે છે.
મિત્રો, આપણે આમાંથી બોધપાઠ લઈને પર્યાવરણ મિત્ર બની શકીએ. વિશ્વમાં વિશ્વ કુટુંબની ભાવના વિકસિત કરીને તથા પર્યાવરણ ની જાળવણી, સંરક્ષણ અને સંવર્ધન કરીને વિશ્વ પર્યાવરણને સમૃદ્ધ બનાવીએ.


















































