જો ઘરમાં દેવી-દેવતાઓનાં ચિત્રો હોય તો ઘરમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને ઘરમાં શાંતિ-શાંતિ પ્રવર્તે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં હનુમાન જીનું ચિત્ર લગાવવાથી ઘણા ફાયદા થાય છે. જો ઘરમાં વાસ્તુના નિયમો અનુસાર હનુમાનજીની તસવીર યોગ્ય દિશામાં મૂકવામાં આવે તો ઘણા ફાયદા થઈ શકે છે.
૧) હનુમાનજી બાલ બ્રહ્મચારી છે, તેથી તેમનો ફોટો બેડરૂમમાં ના મૂકવો જોઈએ. બેડરૂમમાં લગાવેલા હનુમાનજીનું ચિત્ર શુભ પરિણામ આપતું નથી.
૨) ભગવાન હનુમાનજીનું ચિત્ર ઘર કે દુકાનમાં દક્ષિણ દિશા તરફ રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે હનુમાનજી પોતાની શક્તિઓનો મહત્તમ ઉપયોગ દક્ષિણ તરફ કરતા હતા, એવું શાસ્ત્રો કહે છએ.
૩) ઘરમાં પંચમુખી, પર્વત ઉપાડતી અથવા ભજન કરતા હનુમાનજીનું ચિત્ર મૂકવું શ્રેષ્ઠ છે. તેનાથી ઘરના બધા દોષ દૂર થાય છે.
૪)હનુમાનજીનું ચિત્ર ઉત્તર દિશામાં મુકવાથી હનુમાનજી દક્ષિણ દિશામાંથી આવતી દરેક નકારાત્મક શક્તિને રોકે છે. તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ થાય છે.
૫) હનુમાન પોતાની શક્તિ પ્રદર્શિત કરી રહ્યા છે તે સ્વરૂપની ઘરમાં તસવીર લગાવવાથી, ઘરમાં કોઈ ખરાબ શક્તિ પ્રવેશે નહીં.
૬) હનુમાનજીના ચિત્ર ઉપર સિંદૂર લગાવવું જ જોઇએ. જો આ ન કરવામાં આવે તો ફક્ત સિંદૂરનો તિલક કરી શકાય છે. આમ કરવાથી બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે.


















































