ફેસબુકની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ (WhatsApp) એ ગયા વર્ષે સૌથી વધુ લોકપ્રિય ડિસ-અપેરિંગ મેસેજ ફીચર લોન્ચ કર્યુ હતુ. આમાં, સાત દિવસ પછી મેસેજ આપમેળે ડિલિટ થઈ જવાની સુવિધા આપવામા આવી હતી. હવે સમાચાર એ છે કે વ્હોટ્સએપ 7 દિવસ પછી ડિલિટ થનાર મેસેજના ફીચરને હવે 24 કલાક બાદ ડિલિટ કરવા પર કામ કરી રહ્યું છે.
તે Android, iOS અને વેબ પર પણ કાર્ય કરશે. આ નવા ફીચર સાથે, વોટ્સએપ તેની ટેલિગ્રામ જેવી સ્પર્ધક એપ્લિકેશનો સાથે સ્પર્ધા કરશે જે વપરાશકર્તાઓને ઘણા વિકલ્પો આપે છે. વ્હોટ્સએપના આ નવા ફિચર વિશે અપડેટ્સ ટ્રેકિંગ કરનારી વેબસાઇટ WABetaInfo ના રિપોર્ટ અનુસાર, વોટ્સએપ પહેલેથી ચાલી આવતી 7 દિવસમાં મેસેજ ડિલિટ થવાની સુવિધાને બંધ નહી કરે, પરંતુ તે તેમા જ યુઝર્સને અલગથી ઓપ્શન આપશે. જેથી યુઝરસ ઈચ્છે તો 7 અથવા 24 કલાકની અંદર મેસેજ ડિલિટ કરી શકશે.
મતલબ વપરાશકર્તાઓ પાસે બંને વિકલ્પો હશે. ડબ્લ્યુએબીએઇંફોએ એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે 24 કલાકમાં ડિલટ થનાર મેસેજ થનાર ઓપ્શન ઈનેબલ/ડિસેબલ સેક્સનમાં જોવા મળશે. અહીંથી તેઓ તેને વ્યક્તિગત અથવા ગૃપ ચેટ માટે પસંદ કરી શકશે.
પહેલાં વોટ્સએપએ ગૃપ સંચાલકોને જ ફક્ત મેસેજ ડિસઅપેયરિંગ મેસેજનો કંટ્રોલ આપ્યો હતો. તે જ સમયે, તાજેતરના આઇઓએસ અપડેટમાં, ગૃપ સાથે સંકળાયેલા તમામ સભ્યોને મેસેજ સેટિંગ બદલવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. તે એવા સમાચાર પણ છે કે વોટ્સએપ એવુ પણ ટિસ્ટિંગ કરી રહ્યું છે જેમાં ફોટો Android અને iOS બંને પર આપમેળે ગાયબ થઈ જાય.
VR Sunil Gohil


















































