ભારતમાં કોરોનાવાયરસ (Coronavirus in India)વચ્ચે જ્યાં ચારે બાજુથી મુશ્કેલીઓ આવી રહી છે, ત્યારે મદદ કરવાવાળા લોકો પણ સામે આવી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ), ટાટા ગ્રુપ, જિંદાલ ગ્રુપ, જેએસડબ્લ્યુ સ્ટીલ, સરકારી અને ખાનગી સ્ટીલ પ્લાન્ટ્સ પછી હવે મેનકાઇન્ડ ફાર્મા(Mankind Pharma) એ મદદ કરવા માટે હાથ લાંબો કર્યો છે. કંપનીએ કહ્યું છે કે તે કોરોના ચેપ સામેની લડતમાં પોતાનો જીવ ગુમાવનારા ડોકટરો, પોલીસ અધિકારીઓ, ફાર્માસિસ્ટ્સ અને અન્ય આરોગ્ય કર્મચારીઓના પરિવારોને 100 કરોડ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે.
મેનકાઈન્ડ ફાર્માએ જણાવ્યું હતું કે, કંપની તાત્કાલિક અસરથી ભંડોળને મુક્ત કરવાની યોજના પર કામ કરી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થવા માટે વધુમાં વધુ ત્રણ મહિનાનો સમય લાગવાની અપેક્ષા છે. કંપનીએ કહ્યું કે દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર ચાલી રહી છે. આવી સ્થિતિમાં આરોગ્ય કર્મચારીઓ અને અન્ય ફ્રન્ટલાઈન કાર્યકરો આને રોકવા માટે સખત મહેનત કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તેમાંથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. એક જવાબદાર સંસ્થા તરીકે, મેનકાઈન્ડ ફાર્મા તે ‘હીરો’ ના પરિવાર સાથે ઉભી છે. કંપની તેમના પરિવારોને મદદ કરવા 100 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપશે.
કોરોના સામે ચાલી રહેલી લડતમાં મુંબઈમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં 800 થી વધુ કોરોના બેડની વ્યવસ્થા કરી છે. તે જ સમયે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ) જામનગરથી દરરોજ 700 મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનની સપ્લાય પણ કોરોનાથી ખરાબ રીતે અસરગ્રસ્ત ઘણા રાજ્યોમાં કરી રહી છે. આ ઉપરાંત, ટાટા ગૃપ દરરોજ 600 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય કરી રહ્યું છે. આ સિવાય દેશના ઘણા સરકારી અને ખાનગી સ્ટીલ પ્લાન્ટોએ બાકીનું કામ બંધ કરીને ઓક્સિજનના ઉત્પાદનમાં બમણો વધારો કર્યો છે.
VR Sunil Gohil


















































