કોલકાતા નાઈટ રાઈડર્સએ પંજાબ કિંગ્સને 5 વિકેટે હરાવ્યું છે. 124 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની શરૂઆત ખરાબ રહી હતી. શુભમન ગિલ 9 નીતિશ રાણા 0 અને સુનીલ નારાયણ 0 આઉટ થયા હતા. ત્યાર બાદ આન્દ્રે રસેલ 10, રાહુલ ત્રિપાઠી 41 બનાવ્યા હતા. જો કે ઓઇન મોર્ગને બાજી શંભાળતા નોટ આઉટ 47 રન બનાવ્યા હતા અને ટીમને જીત અપાવી હતી. દિનેશ કાર્તિક 12 રને નોટ આઉટ રહ્યો હતો.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ(kolkata-knight-riders) અને પંજાબ કિંગ્સ(punjab-kings) વચ્ચે મેચ રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબની શરૂઆત ખરાબ રહી હતી0. કેપ્ટન કે.એલ રાહુલ 19 રને અને ક્રિસ ગેલ 0 રને આઉટ થયા હતા. જો કે પંજાબનો કોઈ પણ બેટ્સમેન મોટો સ્કોર નોંધાવી શક્યો ન હતો. પંજાબે 20 ઓવરના અંતે 9 વિકેટ 123 રન બનાવ્યા છે. પંજબ તરફથી દિપક હુડ્ડા 1, મયંક અગ્રવાલ 31, નિકોલસ પૂરન 19, મોઈસીસ હેનરીક્સ 2, શાહરૂખ ખાન 13, રવિ બિશ્નોઇ 1, ક્રિસ જોર્ડન 30 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી 1-1 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. કોલકાતા તરફથી પ્રસિદ્ધ કૃષ્ણએ 3 અને પેટ કમિન્સ, સુનીલ નારાયણે 2-2 વિકેટ લીધી હતી જ્યારે શિવમ માવી અને વરુણ ચક્રવર્તીએ 1-1 વિકેટ લીધી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ(kolkata-knight-riders) અને પંજાબ કિંગ્સ(punjab-kings) આમને-સામને છે. આઈપીએલ(IPL 2021)ની 14 મી સીઝનની આ 21મી મેચ છે. આ મેચમાં કોલકાતાના કેપ્ટન ઓયન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
આઈપીએલમાં 2008 થી કોલકાતા અને પંજાબ વચ્ચે 27 મેચ રમાઈ છે. તેમાંથી કોલકાતા 18 વખત અને પંજાબ 9 વખત જીત્યુ છે. આ બંને ટીમો વચ્ચે છેલ્લી પાંચ મેચની વાત કરીએ તો, કેકેઆર ચાર જીત સાથે પંજાબ પર ભારે પડ્યું છે. સિઝનની વાત કરીએ તો કોલકાતાની જીત સાથે શરૂઆત થઈ હતી પરંતુ ત્યારબાદ તેને સતત ચાર મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, પંજાબની ટીમે 5 માંથી બે મેચ જીતી હતી. તેણે છેલ્લી મેચમાં રેકોર્ડ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને હરાવી હતી.
VR Sunil Gohil


















































