આશા સત્સંગ માં આજે મૃગજળ કોને કહેવાય એનાં વિશે મહિલા મંડળમાં સમજાવી રહી હતી….. જ્યાં દૂર ધરતી ગગન મળતાં લાગે ને દોડી જઇ ત્યાં પહોંચતાં ખબર પડે કે ત્યાં તો અફાટ ધરા પથરાયેલી લાગે ન જળ હોય… હોય તો બસ ઝાંઝવાં.. છેતરામણી જળ સપાટી સૂર્ય પ્રકાશે ઝગમગે ને ભાસ થાય જળનો… એ કદી મળી જ ના શકે..
વચ્ચે વચ્ચે મહિલાઓના સવાલ જવાબ મુંઝવણ નો ઉકેલ પણ દેતી… ઘણાં વરસથી એ પાઠશાળા ચલાવતી હતી એટલે ધર્મંમય જીવન હતું… સમજણ હતી. ધીર ગંભીર હતી અને સૌની પ્રિય પણ હતી. સદા સૌને હસીને માનથી ધર્મં બાજુ વાળતી જેથી કપટ દંભ દૂર રહે… પણ.. આજ મૃગજળ વિષે બોલતાં તે જાણે અટકતી હતી. થાકેલી, અસ્વસ્થ લાગતી હતી છતાં પાઠશાળા પૂરી કરી..
ઘરે જવા નીકળી… ઘર થોડું દૂર હતું.. આમ પણ એ સર્વ મોહથી દૂર હતી. સાદું જીવન જીવતી… ચાલી ઘર તરફ જવા પણ.. મૃગજળ શબ્દમાં એ સાવ ખૂંપી ગઈ અને વિચારતી રહી…. અમરે તો પ્રથમ રાત્રે જ પોતાનું નિવેદન કરી દીધેલું મને… આ.. તકલીફ છે.. તારે મૃગજળમાં જીવવાનું છે… ને આશા એ જાણી છતાં જીવી રહ્યાં… બે-ત્રણ વરસ છતાં સારાં દહાડાં ન દેખાતાં સાસુ ડોક્ટરને બતાવવા લઈ ગયાં વહુને..
અને અનાયાસે.. ડોક્ટરે… રીપોર્ટ કઢાવી..અસમર્થતા બતાવી કે આશા મા નહીં બની શકે…. આ વાતે ઘરમાં વિજળી પડી સૌ પર પણ અમર કાંઈ ન બોલ્યો… આશા તો બેખબર જ હતી કે પોતાને આવું કાંઈ છે…
…. થોડાં દિવસો અસમંજસ માં ગયાં ડોક્ટરે ઘણી નવી પધ્ધતિ થઈ બાળક મેળવી શકાય પણ… વડિલો માને ક્યાં… એમને તો વહુની ખામી જ દેખાઈ…
આશા અને અમરે આવા મૃગજળમાં ફરવાં કરતાં દિક્ષા લેવાનો વિચાર કર્યો..
પણ મા બાપ ને કોણ સાચવે?. બંન્નૈ મૃગજળમાં તરફડી રહ્યાં અંતે…. અમરને આશા એ રજા આપી….. ધર્મ ભાવતો હતો જ પણ મા બાપને પોતાની વાત કહી એ ખૂબ રડ્યો કે મારી ખામી તમને ખબર ન હતી. મેં તો આશાને પહેલી રાતે જ કહેલી છતાં એ ચૂપ રહી સહેતી રહી… આશાની ખબર (ત્રુટિ) હમણાં પડી… છતાં એ તમારી સેવા કરી પ્રાયશ્ચિત કરવા માંગે છે…
અને સપરમા દિવસે અમર સાધુ બની ગયો..
અને આશા વડિલોની સેવા સાથે જગ કલ્યાણ કરતી રહી. એક દિવસ જ્યારે વડિલો નહીં રહે ત્યારે એ પણ સંસાર રૂપી મૃગજળ ને મૂકી સાધુતા સાધી લેશે… એ દિવસ ક્યારે આવશે એની વાટનાં વિચારે ઘર આવતાં ઘરમાં હળવેક પ્રવેશી….


















































