મોગલમાં એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વરણની આઈ છે તો આવા આઈશ્રી મોગલ માંનો ઈતિહાસ સાડા તેરસો વર્ષ જુનો છે. મોગલમાના પિતા એટલે ‘દેવસુર ધાંધણીયા’ અને માતા એટલે ‘રાણબાઈ મા’. ભીમરાણાએ આઈનું જન્મ સ્થળ છે.
માતાજીનો જન્મ થયો ત્યારે મા બોલતા ન હતા. તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મુંગા છે પરંતુ તેમની શકિતનો કોઈને ખ્યાલ ન હતો. મોગલ માના લગ્ન ૪૦ વર્ષની ઉંમરે થયેલા. માં મોગલનું સાસરું એટલે જુનગાઢના ભેંસાણ તાલુકાનું ગોરવયાળી ગામ. માતાજી તેના ફઈના દિકરા સાથે પરણેલા. ગઢવી સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભત્રીજી જાય છે એટલે કે ફઈના દિકરા સાથે દિકરીના લગ્ન કરવામાં આવે છે.
માતાજી ગાડા, ધોડા પર માની જાન આવી હતી. માને કામમાં ૧૫ જેટલી ગાયો આપી, ભેંસો આપી સાથો સાથ એ સમય દિકરીની સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા તો એ સમયે આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા. માંના લગ્ન એ સમય અખાત્રીજના થયા.
પહેલાના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું. માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણ માતાજીને ઘણા સવાલ પુછયા પરંતુ મોગલ માં કંઈ બોલ્યા નહીં એટલે ચારણે વાંજીને પ્રશ્નો પુછયા તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય પણ આપ્યો. આમ વાતો કરતા કરતા મન આગળ વધી અને આજથી સાડા તેરસો વર્ષ પહેલા મંત્ર યુગ હતો.
વાંજીએ ચારણને કીધું કે ‘બાપુ હું કઈક જાણું છું’ એટલે કવિરાજ બોલ્યા, બેટા તું શું જાણસ ? ત્યારે વાંજીએ અડદના દાણા લઈ ઘા કર્યો અને કહ્યું જો એટલે જળબંબાકાર જેમ નહીં તુટી ગઈ હોય અને હળહળાટ પાણી આવતું હોય તેમ જાનૈયા કપડા ઉંચા પકડી દુધમાં ઢફળ ઢફળ હાલવા માંડયા અને સાથો સાથ મોગલમા પણ હાલવા માંડયા. જેથી લોકોને થયું કે આમાં લાંબી બુઘ્ધી નથી. નકકર આવું ન કરે.
આ પરચો વાંજીએ દેખાડયો અને અળદના દાણા નાખી જંગલ પણ વાંજીએ સળગાવ્યું. આમ આગળ વધતા ગયા અને ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા. ત્યારે મોગલ માંના સાસરા પક્ષે સામૈયાની તૈયારી કરી ઢોલ-નગારા લઈને આવ્યા.
પહેલાનાં સમયમાં એવો નિયમ હતો કે ‘દસૈયુ’ ન્હાયા પછી જ કોઈ નવોઢા તેના કપડા બદલી શકે પરંતુ મોગલ માએ તે કપડા તો પહેલા જ બદલી નાખ્યા હતા. ઉપરાંત ચારણને મનમાં એક વિચાર આવ્યો કે તેમણે વાંજીને કોઈપણ પ્રકારની સાબાસી ન આપી એટલે વાંજીની બાજુમાં જઈ કવિરાજ બોલ્યા કે ‘સાબાસ વાંજી, તું તો કામની બાઈ લાગશ’ એટલું બોલી ઉંચો હાથ કરી વાંજીની તાળી લીધી અને ચારણોનાં રીત-રીવાજ અનુસાર પરનારીની તાળી ન લેવાય તોય ચારણે તાળી લીધી અને આ તાળીનો પટાકો પડતા મોગલ માંનો ભ્રમર ફર્યા અને માંએ સામે નજર કરી કહ્યું, ‘એ ચારણ, આ તો આપણી બેન દિકરી કેવાય એની હારે તે હાથ તાળી લીધી, શરમ નથી આવતી’ ઉપરાંત કહ્યું કે આઈ માને જિંદગી પણ તેની જ સાથે કાઢવાની હતી.
લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મુંગી આઈ બોલી અને ત્યારે મા કોપાયમાન થયા, માના વાળ ઉંચા થઈ ગયા અને મહાકાળીરૂપ ધારણ કર્યું.
(ઉપરના છંદ એટલે મહાકાળીમાંથી માં મોગલનું અવતરણ થયું)
મોગલનું આ મહાકાળીરૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો. માને પગે લાગવા માંડયા પરંતુ માતાજીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોઈને જાણ ન હતી. આ સમયે મા મોગલે ધરતીને અરજ કરી મને તારામાં સંભાળી દે અને ધરતી ફાટવા માંડી પરણેતરના કપડા પહેરેલા અને મોગલ ધીમે-ધીમે ધરતીમાં સમાવવા લાગ્યા. વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીનાં કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે. વાંજી આવીને દોડીને આઈના પગમાં પડી અને બોલ્યા કે ‘તાર તોય મારી તું ને માર તોય મારી તું’ એટલે માએ દયા ખાઈ વાંજીને ખોળામાં લીઘી તો આ કારણે વાંજી આજે પણ ભીમરાણા મોગલમાં સ્થાયે સ્થાપિત છે અને હાલ પણ ભીમરાણાના ફળામાં મેલડી માં, સિકોતેર માં, આઈ વાંજી, વચ્છરાજ સોલંકી અને વીર ક્ષેત્રપાળ છે.
મોગલ મા ગોરવીયાળીની ધરતીમાં સમાઈ ગયા અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે. ધરતીમાં સમાતા સમયે મોગલ માંના શબ્દો હતા કે, ‘બાપ ચારણો માટે હરહંમેશ આશીર્વાદ રહેવાના અને નવ લાખ લોબળીયાળીને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ અન્ય કુળમાં આઈ નો અવતરે’. નવ લાખ લોબળીયાળીમાંથી મોગલે મહાકાળીમાંથી અવતરેલ છે.
ઉપરાંત આઈએ જણાવ્યું કે, ધરતીમાં સમાતા સમયે જે પરણેતરનો પોષાક પહેર્યો હતો. આઈ બોલ્યા કે આ પોષાક પહેર્યો છે તેના કારણે એમનો જે પરિવાર છે તે દર ત્રણ વર્ષે માંને આ પોષાક પહેરાવે એટલા માટે મોગલ માંનો તરવાળો રાતના ૧૨ વાગ્યે પહેરાય છે અને એ વખતે માંનો ભુવો હોય તે છાબને અડી અને ધાબળી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી માં મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય તેના પર પડે અને લોકોમાં કોટિના પાપ નષ્ટ થાય તેવા મોગલ માંના આશીર્વાદ છે. આમ છાબને અડવા માં મોગલ આવે અને ત્રણ વર્ષે આઈને વસ્ત્રો ચડાવવામાં આવે તેનું નામ તરવાળો. તરવાળા માટે એક ચારણી ચરજ છે.
‘તરવાળા ઓરાવો માડી તરવાળા ઓરાવો
મોળી મોગલ માને કાજે, આઈ ડાઢાળીને કાજે’
ઉપર મુજબની ચરજુ ચારણોમાં ગવાય છે અને પહેલાના સમયે રાતના તરવેળાનો સમય હોય, ગુગળનો ધુપ થતા હોય અને ચારણી આઈ ચરજુ ગાય એટલે ભલભલાના હૃદય ધધળી જાય અને ન ધુણતા હોય એય ધુણવા લાગે. આ આર્ત નાદની તાકાત છે આર્તનાદ થાય એટલે મળા પણ ઉભા થાય અને ચારણની ધાબળી માંની તાકાત છે કે ‘ધાબળી ઓઢી આઈ મળદા પર હાથ ફેરવે એટલે મળદા પણ ઉભા થઈ જાય’.
ચારણોનાં સાડા ત્રણ પાળામાં નવ લાખ લોબળીયાળી, ચોરાસી ચારણ અને અનેક સંત ‘ઈશરા સો પરમેશ્વરા’ સાંઈજી જુલો, કોલવો ભગત, જેતબાઈ માં, હાંસબાઈ માં, રાધામાં આવા મહાન મહાન દેવતાઓ અને દેવીઓ થઈ ગયા છે.આમ માંની ચરજુ અલગ અલગ ધામોમાં ગવાઈ છે પરંતુ માંનો તરવેળો માત્ર ને માત્ર ચારણ જ પહેરી શકે પરંતુ હાલ ઈત્તર વર્ગ પણ તરવાળા પહેરવા માંડયા છે. ખંભે ધાબળી પણ રાખવા માંડયા છે. ધાબળી અને તરવાળાનો મહિમા તો ચારણ જ જાણે. આવી ચારણી જોગમાયાઓ ચારણ સમાજમાં થઈ ગઈ તો આવી ચારણી આઈને લઈ ઘનશ્યામગીરીબાપુ
ઘણી જગદંબા ભારતવર્ષ માં પ્રગટી છે પણ એક સમય રેખાએ ભુલાતી જતી હોય ગુજરાતમાં મોગલમાં બધા ને ફળ આપે છે પણ મોગલમાં કોણ હતા અને માતાજી કાઈ રીતે ચારણ કુળમાં પૂજાય છે એનો ઇતિહાસ આ છે… ઘણીવાર આપડે માતાજીને પુજીયે છીએ પણ માતાજી વિશે જાણતા જ ન હોઈ પણ આજે Ram Gadhavi એ જે ઇતિહાસ આપ્યો એટલે થાય કે શા માટે ચારણો, આહીરો બધા વરણના લોકો મોગલમાંના ગુણલા ગાતા ધરાતા નથી….
Related