માન, મર્યાદા ને સન્માન આપે,
નારી તેનું સ્વાભિમાન જાળવે.
લક્ષ્મી સમજી સાથ આપે,
નારી તેનું અભિમાન જાળવે.
ઘર સાથે પરિવાર સાચવે,
નારી તેનું સન્માન જાળવે.
દર્દની સાથે જિંદગી ગુજારે,
નારી તેનું પ્રસ્થાન જાળવે.
રક્ષા કરે નારીની જે “અર્શ”
નારી તેનું બંધન જાળવે.
અજય ગૌસ્વામી “અર્શ”