24 ઑક્ટોબર, 1865ના રોજ જન્મેલા ગોંડલના મહારાજ ઠાકોર સંગ્રામસિંહજીનાં રાણી મોંઘીબાની કૂખે ધોરાજી ખાતે ભગવતસિંહજીનો જન્મ થયો હતો. મોંઘીબા ચુડા સ્ટેટનાં મીણાપુર ગામનાં મનુભા ઝાલાનાં દિકરીબા હતા. સહજાનંદ સ્વામી મહારાજ પાસે જે માણકી ઘોડી હતી તે મોંઘીબાએ જ 10 વર્ષની વયે મહારાજને દાનમાં આપી હતી અને માણકીની સરક ઝાલી મહારાજ પાસે લાવ્યાને મહારાજ તથા માણકીને ચાંદલો કર્યો. પછી પગે લાગી માણકી મહારાજને અર્પણ કરી. મહારાજ એમના ઉપર રાજી થઈને ૬૦ રૂપિયા અને સાકરની પ્રસાદી આપીને કહ્યું મોંઘીબા! તમે બહુ મોંઘા થશો. રાજ રાણી થશો. એમ કહી આર્શીર્વાદ આપ્યા. સમય જતા મોંઘીબાના લગ્ન ગોંડલ નરેશ સંગ્રામસિંહબાપુ સાથે થયા હતા.(હાલનું ગોંડલનું સ્વામીનારાયણ મંદીર, મોંઘીબાએ સ્વખર્ચે બંધાવેલ છે.) ઇ. સ. 1869માં સંગ્રામજીના અવસાન પછી તેમના પુત્ર ભગવતસિંહજી ગાદીવારસ બન્યા ત્યારે તેમની ઉંમર માત્ર ચાર વર્ષ હતી. તેઓ સગીર હોવાથી ગોંડલ રાજ્યને બ્રિટિશ વહીવટ હેઠળ 15 વર્ષ સુધી મૂકવામાં આવ્યું હતું. 25 ઑગસ્ટ, 1884ના રોજ તેઓ વયસ્ક થતાં તેમણે સંપૂર્ણ સત્તા સાથે ગોંડલનો રાજવહીવટ સંભાળ્યો હતો.
નવ વર્ષની ઉંમરે રાજકોટની રાજકુમાર કોલેજમાં પ્રવેશ. રાજકુમાર કોલેજમાં કેળવણી પૂરી કર્યા બાદ ૧૮૮૩ માં ઉચ્ચ કેળવણી માટે યુરોપનો પ્રવાસ. ૧૮૮૪ માં ગોંડલ રાજ્યની કુલ સત્તા યુવક રાજ્વીને હસ્તક. ૧૮૮૫ માં મુંબઈ યુનિવર્સિટીના ફેલો. ૧૮૮૬ માં વૈદકીય જ્ઞાનસંપાદન માટે સ્કોટલેન્ડનો પ્રવાસ. ૧૮૯૨ માં ઓક્સફર્ડ યુનિવર્સિટી તરફથી ડી.સી.એમ.ની પદવી ૧૮૯૫ માં એડિનબરો યુનિવર્સિટી તરફથી ‘આર્યુવેદનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પર એમ.ડી. ગોંડલ રાજ્યનાં પ્રજાકલ્યાણનાં અનેક કામો ઉપરાંત વાંચનમાળા, અક્ષરમાળા, શિક્ષણમાળા, પાઠ્યપુસ્તકમાળા વગેરેનું આયોજન. ગુજરાતી ભાષાનો અપૂર્વ કહી શકાય એવો, ૨,૮૧,૩૭૦ શબ્દો સમાવતો શબ્દકોશ ‘ભગવદ્ગોમંડલ’-ભાગ ૧ થી ૯ (૧૯૪૪-૪૬) એમણે તૈયાર કર્યો છે.
૨૫ ઑગસ્ટ, ૧૮૮૪ – *રાજ્યાભિષેક”

૧૯૩૦-૩૩ – કરોડો રૂપિયાના લોકોપયોગી કાર્યો – પુલો, નિશાળો, રસ્તા, ધોરાજી અને ઉપલેટામાં વીજળી, ટ્રામની સગવડ. ગોંડલ, ધોરાજી અને ઉપલેટા દેશનાં શ્રેષ્ઠ શહેરો ગણાયા. ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી, ગોંડલમાં તે જમાનામાં અંડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, અંડર ગ્રાઉન્ડ વીજળીનું પ્લાનિંગ અને રાજ્યનાં તમામ ગામડાંઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડાયેલાં હતાં.
શિક્ષણ ક્ષેત્ર
કન્યા કેળવણી મફત અને ફરજિયાત બનાવી
વૃક્ષપ્રેમ – ગોંડલ રાજ્યના રસ્તાઓની બંને બાજુએ અસંખ્ય વૃક્ષો વવડાવ્યાં હતાં, પરિણામે વટેમાર્ગુઓ વૃક્ષોની શીતળ છાયા હેઠળ આરામથી મુસાફરી કરી શકતા.
પુસ્તક પ્રકાશન
ભગવદ્ગોમંડલના કુલ નવ દળદાર ગ્રંથોના ૯૮૭૦ જેટલા વિશાળ પૃષ્ઠોમાં વિશ્વકોશ જેવી કક્ષાની ભારતીય સંસ્કૃતિની માહિતીનો સંગ્રહ.
સન્માન
૧૮૯૭ – મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલીમાં કાઠિયાવાડના રાજાઓના પ્રતિનિધિ તરીકે હાજરી અને જી.સી.આઈ.ઈ. નો ઇલકાબ
૧૯૩૪ – તેમના રાજ્યકાલના પચાસ વર્ષ પૂરા થતાં, પ્રજાએ પોતાના ખર્ચે તેમની સુવર્ણતુલા કરી સોનું એકઠું કર્યું હતું જે જાહેર કામો માટે વાપરવામાં આવ્યું હતું. ભાવવંદન

















































