આજ સુધી એક દિવસ પણ એવો સંદેશો નથી આવ્યો કે સંપૂર્ણ રીતે મહિલા સુરક્ષિત છે. ક્યાંક મહિલા સહેમી છે તો ક્યાંક દબાયેલી,સ્ત્રીનું સ્થાન હંમેશા પુરુષોથી નીચે જ રહ્યું છે. આપણે સમજીએ છીએ કે ભારત એક પુરુષપ્રધાન દેશ છે.
સમાજ માં 1% મહિલા વર્ગ પોતાના હક માટે લડતી જોવા મળે છે. બાકી ની હાલત તો કયાંક પંખે લટકી ને કે આગ જની મા જોવા મળે છે.
હા એટલું થયું છે કે મહિલા પોતે સજાગ બની છે, આજે શાળાઓમાં જ બાળકીઓને કરાટે સ્પર્ધામાં મોકલવામાં અને કલાસ કરાવવામાં આવે છે. છતાં પણ ઘરના લોકો એને એટલા પ્રોત્સાહિત નથી કરતા હોતા.
“નારી તું નારાયણી છે,
જગમાં તું કલ્યાણી છે.
શક્તિ નું તું રૂપ છે,
વિરાટ તારી સહનશીલતા છે.”
ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ કરતી હોય છે અત્યાર ની મહિલા.તો પણ એ સ્વતંત્રતા મેળવવા મહિલા એ ઘણું ઘણું બધું ગુમાવ્યું હોય છે. એવાં ઘણાં બધાં ઉદાહરણ છે કે જેમાં મહિલા બહાદુર હોય અને સમાજની ખરાબ માનસિકતાનો ભોગ બની ના હોય!
બિહારની અરુણિમાનો જ દાખલો લો.આજે એણે એક પગ હોવાં છતાં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર મહિલાનો એવોર્ડ એનાયત થયો..પણ ત્યાં સુધી પહોંચવા એણે કેટલો સંઘર્ષ કર્યો. ચાલતી ટ્રેનમાંથી અસમાજિક તત્વો દ્વારા એને ફેંકી દેવામાં આવી અને એ મહિલા જે ક્યારેય અબળા નથી , મહિલા છે તો પણ એ સબળા છે એનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે અને સમાજ કેવો છે એનો પણ પરિચય થાય છે.
ઈશ્વરે સ્ત્રીઓનું નિર્માણ એટલું સુંદર કર્યુ છે પણ સ્ત્રી પોતે એનાથી અજાણ રહે છે તેમને ખબર છે કે એમનામાં રહેલી શક્તિ થી એ કેટલી આગળ વધી શકે છે. એ ધારે તો મંગળ પર પોહચી શકે છે.. પણ તો પણ એ બિચારી બની ને કેમ જીવે છે, વગર વાંકે કેમ દંડાય છે?? સ્ત્રી જલ્દીથી વિશ્વાસ મૂકી દે છે ને છેતરાય જાય છે. મહિલા માટે પૂરી દુનિયા માટે પ્રેમ છે, કરુણા છે, તેનામાં દયાનો સાગર ઉમટે છે ને એ બધું જાણતી હોવા છતાં પણ લેટ ગો ની ભાવનાથી પોતાના લોકોનું સહન કરતી હોય છે. તાજેતરના વર્ષોમાં ગુજરાતના મુખ્યમંત્રી અને અવકાશમાં રહેનાર પ્રથમ મહિલા પણ એક સ્ત્રી જ રહી ચૂકી છે તો આવો સાચા સંબંધ થકી વિશ્વ મહિલા દિનની ઉજવણી કરીએ.
– રૂપલ મહેતા


















































