કોરોના કાળ પછી હવે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) પણ ફરી મેદાનમાં ઉતરવા તૈયાર થઈ ગઈ છે. એક વર્ષ પછી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય મેચ International Match) માટે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભારતીય મહિલા ટીમ (Indian women team) આગામી 7 માર્ચથી સાઉથ આફ્રિકા (SouthAfrica) સામે ઘરઆંગણે વન-ડે (ODI) અને ટેસ્ટ સિરીઝ (Test Series) રમવાની છે. આ સિરીઝ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટી20 અને વન-ડે ટીમની જાહેરાત કરી દીધી છે.
ભારતીય મહિલા વનડે ટીમની કમાન અનુભવી મિતાલી રાજને સોંપવામાં આવી છે. તો ટી20 સિરીઝમાં ટીમનું નેતૃત્વ હરમનપ્રીત કૌર કરશે. દેશમાં ક્રિકેટની વાપસી થઈ ગઈ છે. ડોમેસ્કિની સાથે ભારતીય પુરૂષ ટીમ ઈંગ્લેન્ડ સામે સિરીઝ રમી રહી છે. હવે મહિલા ટીમ પણ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે.ભારતીય ટીમ છેલ્લે મહિલા ટી-20 વિશ્વકપની ફાઇનલમાં 8 માર્ચ 2020ના રોજ મેદાનમાં ઉતરી હતી. ત્યારબાદ મહિલા ટીમે એકપણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.
વનડે અને ટી20 સિરીઝનો કાર્યક્રમ :
7 માર્ચ, પ્રથમ વનડે
9 માર્ચ, બીજી વનડે
12 માર્ચ, ત્રીજી વનડે
14 માર્ચ, ચોથી વનડે
17 માર્ચ, પાંચમી વનડે
ટી- 20 સિરીઝનો કાર્યક્રમ :
20 માર્ચ, પ્રથમ ટી20
21 માર્ચ, બીજી ટી20
23 માર્ચ, ત્રીજી ટી20
મિતાલી રાજ (કેપ્ટન), સ્મૃતિ મંધાના
પુનમ પ્રિયા, જેમિમાહ રોડ્રિગ્સ, યસ્તિકા ભાટિયા, હરમનપ્રીત કૌર, ડે.હેમલતા, દીપ્તિ શર્મા, સુષ્મા વેર્મા, ઝુલુન ગોસ્વામી, પુનમ યાદવ.
VR Sunil Gohil


















































