સુઝુકી મોટર સાયકલ લાંબા સમયથી ભારતમાં ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે અને હવે તેનું શાનદાર સ્કૂટર સુઝુકી બર્ગમેનના ઈલેક્ટ્રીક વેરિયન્ટની પહેલી ઝક જોવા મળી છે. સુઝુકી બર્ગમેન ઈલેક્ટ્રિક સ્કૂટરને હાલમાં જ રસ્તા પર ટેસ્ટીંગ માટે જોવા મળી હતી. સુઝુકી હજુ સુધી ભારતમાં એક પણ ઈલેક્ટ્રીક બાઈક, સ્કૂટી અથવા સ્કૂટર નથી. આવનારા સમયમાં Suzukiની 110 ccથી લઈને 125 cc સુધીની ઘણી ઈલેક્ટ્રીક સ્કૂટી અને સ્કૂટર લોન્ચ કરી શકે છે. હાલમાં બર્ગમેન પ્રોટોટાઈપનું ટેસ્ટીંગ ચાલી રહ્યું છે.
સુઝુકી ઈલેક્ટ્રિક સ્કૂટરના જે પ્રોટોટાઈપ ટેસ્ટીંગ દરમિયાન રસ્તા પર જોવા મળ્યું છે, તે સુઝુકી બર્ગમેન મેક્સી સ્કૂટર જેવું જ દેખાય છે. તેવામાં અટકળો ચાલી રહી છે કે સુઝુકીનું પહેલું ઈલેક્ટ્રીક સ્કૂટર બર્ગમેનનું ઈલેક્ટ્રીક વેરિયન્ટ હશે. આ સ્કૂટર વ્હાઈટ અને બ્લૂ જેવા ડ્યુઅલ ટોન કલર સ્કીમ સાથે લોન્ચ કરવામાં આવશે. આ સ્કૂટરના ડાબી સાઈડમાં શોક અબ્ઝોર્વર આપવામાં આવ્યું છે.
સુઝુકીના આ સ્કૂટરમાં વ્હીલ્સ અને ફ્રન્ટ ટેલીસ્કોપિક સસ્પેન્શન એકદમ બર્ગમેન જેવો જ છે. સુઝુકીના આ ઈલેક્ટ્રીક સ્કૂટરમાં 3 થી 4 kwhનો બેટરી પેક અને 4 થી 6 kw ઈલેક્ટ્રીક મોટર સેટઅપ સાથે જોવા મળી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ઈલેક્ટ્રીક સ્કૂટરને એક વખત ચાર્જ કરવાથી તેને 70 થી 90 કિલોમીટર સુધી ચલાવી શકાશે. જ્યારે તેની ટોપ સ્પીડ 80 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે.
સુઝુકી બર્ગમેન ઈલેક્ટ્રિક સ્કૂટરમાં ઘણા શાનદાર ફીચર્સ જોવા મળી શકે છે. આ સ્કૂટરની રજિસ્ટ્રેશન પ્લેટને ઉપર ઉઠાવવામાં આવી છે. સાથે જ તેમાં બ્લૂટુથ અને 4G LTE કનેક્ટીવીટી વાળા ડિજીટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જોવા મળી શકે છે. સુઝુકીના આ નવા ઈલેક્ટ્રીક સ્કૂટરથી તમે તમારા સ્માર્ટફોનને કનેક્ટ કરી શકો છો અને SMS, કોલ એલર્ટ, નેવિગેશન, રાઈડિંગ સ્ટેટિસ્ટીક્સ, ચાર્જિંગ સ્ટેટસ, કોલર આઈડી એલર્ટ સહિત અન્ય ફીચર્સનો લાભ ડિજીટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરના માધ્યમથી ઉઠાવી શકે છે.


















































