આજે એક સરસ મજાની અને હૃદયદ્રાવક વાર્તા(સત્ય હકીકત) લખવાની છે.
વાર્તા માં કુલ ત્રણ પાત્રો છે.
૧) સ્પર્શ,
૨) કલ્પના અને,
૩) રાધા.
આ વાત છે આજથી,
17 થી 18 વર્ષ જૂની એટલે કે 2001 વખત ની.
સુરતની એક એન્જિનિયરિંગ કોલેજના ત્રીજા વર્ષ માં સ્પર્શ ખૂબ જ હોશિયાર છોકરો હતો. કોલેજકાળમાં એક વર્કશોપ દરમિયાન તેની મુલાકાત કલ્પના જોડે થાય છે.
કલ્પના ખરેખર અદભુત હતી,
તેની બોલવાની અદા,
તેનો ક્યારેય ન ભૂલી શકાય એવો અવાજ,
ભૂરી આંખો,
દેદીપ્યમાન રૂપાળો ચહેરો,
અને સુંદર કોમળ અંગો,
ભગવાને જાણે કલ્પનાને ખુબજ નવરાશનો સમય લઇને બનાવી હશે.
આમ તો, એક જ નજરમાં કલ્પનાથી સહજ રીતે પ્રેમ થઈ જાય એવું તેનું વ્યક્તિત્વ હતું,
સ્પર્શને પણ ક્યારે અને કેવી રીતે કલ્પના સાથે પ્રેમ થઈ ગયો? તેની ખબર જ ન રહી,
કલ્પનાને પણ સ્પર્શ ધીરે ધીરે સમય સાથે ગમવા લાગ્યો,
બંનેની મુલાકાત વધતી ગઈ અને બંને એ કોલેજકાળ દરમિયાન જ નક્કી કરી લીધેલું કે આ સુંદર જીવન આપણે સાથે જીવવું છે, કલ્પના થોડા ગુસ્સાવાળી પ્રકૃતિની હતી, અને સ્પર્શ ખુબજ શાંત,
બંને વચ્ચે જ્યારે પણ કોઈ વાત થી ઝગડો થતો ત્યારે, સ્પર્શનો ગુનો ના હોય છતાં પણ તે જતું કરી દેતો.
ઘણી વાર બંને વચ્ચે નાની મોટી વાતથી ઝઘડો થઈ જતો.
કલ્પનાનીની તમામ ઈચ્છાઓ અને તમામ સ્વપનાઓ પુરા કરવા સ્પર્શને ખૂબ જ ગમતા.
કદાચ સ્પર્શ માત્ર કલ્પના માટે જ જીવતો હતો, બંને ના આ પ્રણયસંબંધના સાક્ષી સ્પર્શ, કલ્પના અને ભગવાન ત્રણ જ હતા.
સ્પર્શ ક્યારેક બીમાર હોય તે છતાં પણ તેને કોલેજ જવું ખૂબ જ ગમતું,
કારણ કે કલ્પના સાથે તે પોતાના તમામ દુઃખ દર્દ ભૂલી જતો,
કલ્પનાની ઘણી બધી વાતો પોતાનો વાંક ના હોય છતાં પણ સાંભળી લેતો, કારણ કે કલ્પના રૂપી પાત્રમાં તેને પ્રથમ પ્રેમ કોને કહેવાય તેની અનુભૂતિ થઇ હતી, જે ને તે ક્યારેય ખોવા નહોતો માંગતો.
કલ્પના દર રોજ તેની એક ઈચ્છા સ્પર્શને કહેતી, અને સ્પર્શ તેની ઈચ્છા હોંશેહોંશે પુરી કરવામાં તે પોતાની સંપૂર્ણ મહેનત લગાવી દેતો,
તેઓ ઘણી વાર કોલેજ માંથી ગુલ્લી મારી ને એકાંત નો સમય સાથે વિતાવતા.
કલ્પના એ ઘણા બધા સ્વપનાઓ અને ઈચ્છાઓ નું લાબું લિસ્ટ તૈયાર કર્યું હતું,
જે સ્પર્શે ભવિષ્ય માં પૂરું કરવાનું હતું,
કલ્પના તેની દરેક ઈચ્છાઓ સ્પર્શ સામે વ્યક્ત કરતી, કારણ કે, કલ્પના ની ઈચ્છાઓ ની પૂરતી સ્પર્શ ને જવાબદારી નહોતી લાગતી,
પરંતુ કલ્પના ની કલ્પના ને હકીકત માં ફેરવતા સ્પર્શ ને આંતરિક આનંદ મળતો,
એક વાર બન્યું એવું કે, કોઈ કામ કલ્પના એ સ્પર્શ ને આપેલું, પરંતુ સ્પર્શ તે કામ ભૂલી ગયો, પછી સ્પર્શના દાદા અચાનક બીમાર પડતા પોતે ઈચ્છતો હોવા છતાં પણ કોલેજ આવી ન શક્યો. ત્યારે મોબાઈલ હતા નહીં કે કલ્પના ને મેસેજ કરી શકે,
થોડા દિવસ તેના દાદા ના દેહાંત પછી ની ઉત્તરક્રિયા માં પસાર કર્યા પછી સ્પર્શ કોલેજ આવ્યો, કલ્પનાના ગુસ્સા ની કોઈ સીમા નહોતી, સ્પર્શ ની કોઈ પણ વાત સાંભળ્યા વિના સ્પર્શ પર ઘણા મિથ્યા આરોપો લગાવ્યા. સ્પર્શ બિચારો મૂંગે મોઢે સહન કરતો રહ્યો, તેને પોતાની વાત કહેવાનો પણ મોકો ના મળ્યો,
કલ્પના તે દિવસે ઝગડો કરી ને, પોતાની ગાડી લઇ ને પુરઝડપે ચાલુ કોલેજ માંથી નીકળી ગઈ,
સ્પર્શે વિચાર કર્યો કે, કાલ કલ્પનાનું મગજ શાંત થઈ જશે, ત્યારે હકીકત જણાવીશ,
કોલેજ પુરી થતા સ્પર્શ ઘરે આવે છે. પરંતુ અંદર થી એક બેચેની અનુભવે છે, એક ડર અનુભવે છે, પરંતુ તેની પાછળ નું કરણ સ્પર્શ જાણી નથી શકતો,
સાંજે પરિવાર ના સભ્યો સાથે મન ન હોવા છતાં પણ થોડું જમ્યા પછી સૂવાનો પ્રયત્ન કરે છે, પરંતુ વ્યર્થ.
પુરી રાત ઊંઘી નથી શકતો કારણ કે કલ્પના નું રોદ્ર સ્વરૂપ એને સ્મૃતિપટ પરથી ખસતું નહોતું,
ક્યારે સવાર થાય તેની રાહ જોતો સ્પર્શ,
થોડી વાર રાત્રી ના છેલ્લા પહોર માં ઊંઘી ગયો,
સવારે સૂર્યોદય સાથે સ્પર્શ જાગ્યો, નાહી ને તૈયાર થયો, કોલેજ જતા પહેલા ચા હાથ માં લઇ ને રોજ છાપું વાંચતો.
છાપું હાથ માં લીધું, એક બે ત્રણ પાના ફેરવતા છેલ્લા પાને એક શ્રધ્ધાંજલી વાંચતા હાથ માંથી પેપર પડી જાય છે, અને પોતે બેભાન થઈ જમીન પર ઢળી પડે છે,
થોડી તાત્કાલિક સારવાર મળતા સ્પર્શ ભાન માં આવે છે, આંખો ખોલતા પરિવાર સામે ઉભો હતો, શુ થયું કેમ આમ અચાનક પડી ગયો વગેરે જેવા સવાલો નો સ્પર્શ કોઈ જવાબ ન આપી શક્યો.
થોડો બે કલાક નો આરામ કરી સ્પર્શ ભારે પગે કોલેજ જાય છે, તાપસ કરતાં ખબર પડે છે કે, ગઈ કાલ બપોર ના ચાર વાગ્યા ની આસપાસ સુરત હજીરા ના પુલ ઉપર પુરઝડપે આવતી એકટીવા અને કાબુ ગુમાવેલા ટ્રક વચ્ચે એક ગમખ્વાર એક્સસિડન્ટ થયું હતું જેમાં એકટીવા ચાલક નું મૃત્યુ થયું હતું,
અને તે એકટીવા માં બીજું કોઈ નહીં પણ પોતાની કલ્પના હતી, જેની શ્રધ્ધાંજલિની ખબર વાંચતા સવારે પોતે બેભાન થઈ ગયો હતો, આખરે એ પુરુષ હતો તેને પોતાના અશ્રુ પર સમાજ વચ્ચે નિયંત્રણ રાખ્યું, સ્પર્શ કોલેજ નજીક એક ગાર્ડન માં ગયો, ખૂબ જ હૈયાફાટ રુદન વચ્ચે તેણે ભગવાન ને ફરિયાદ કરી અને ખૂબ પસ્તાવો વ્યક્ત કર્યો, આજે સ્પર્શ પોતાના પ્રથમ પ્રેમરૂપી કલ્પના ને કાયમ ને માટે ગુમાવી ચુક્યો હતો.
હવે સ્પર્શ પાસે કદાચ જીવન જીવવાનું કોઈ કારણ જ નહોતું, આખરે તેની જિંદગી એક સ્વપ્ન બની ગઈ હતી,
તેને રોજબરોજ શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી,
તે કલ્પના ને ભૂલઈ નહોતો શકતો,
કોલેજ પુરી થતા તેણે સુરત છોડવાનો નિર્ણય કર્યો,
તે મુંબઇ જતો રહે છે, પોતે સધ્ધર પરિવાર માંથી આવતો હતો, ધંધો શરૂ કર્યો, હવે સ્પર્શ નું જોણ ચાલુ થયું ઘણી બધી છોકરીઓ જોઈ પણ આજે પણ તે કલ્પના ના મોટ ને સ્વીકારી ના શક્યો હોવાથી તે કોઈ અન્ય સાથે જીવન જીવવાનો નિર્ણય નહોતો લાઇ શકતો.તેના જીવન માં ઘણી છોકરીઓ આવી તમામ માં તે પોતાની કલ્પના ને શોધતો રહ્યો, આવનારી તમામ છોકરીઓ પોતાના સ્વાર્થ પૂરો કરી જતી રહી,
પરંતુ સ્પર્શ ને પોતાની કલ્પના તો ના જ મળી,
આખરે પરિવાર ની ઈચ્છા થી તેને અન્ય સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો.
તેને પોતાના પરિવાર ની ખુશી ને પ્રાધાન્ય આપી ને પોતાના પરિવારે શોધેલી એક છોકરી સાથે લગ્નબંધનમાં બંધાયો.
જેની સાથે તેને લગ્ન કર્યા તે પરિવાર માટે ખુબજ પરફેક્ટ હતી,પરંતુ સ્પર્શ પોતાની કલ્પના ને તે છોકરી માં ક્યારેય ન અનુભવી શક્યો.સ્પર્શ પોતે બે સંતાનો નો પિતા બન્યો,
પોતાની પત્ની ની ઈચ્છાઓ બાળકો ની ઈચ્છાઓ પરિવાર ની જવાબદારી ખુબજ સારી રીતે પુરી કરતો. પરંતુ અંદર એક ખાલીપો અનુભવતો. તેને એકાંત, વૃક્ષો વેરાન જંગલ નદી નો કિનારો વધુ ગમતો, કારણ કે પ્રકૃતિ ના ખોળે બંધ આંખે તે કલ્પના સાથે સ્વપ્ન ની દુનિયા જીવતો હતો,
કલ્પના પ્રત્યે ની લાગણીઓ જીવંત રાખી તે પોતાના ધંધા માં આગળ વધ્યો, ઘણી સફળતાઓ મળી, ઘણું સન્માન મળ્યું ઘણું નામ કમાયો,
એક દિવસ પોતાના ધંધા ના કાર્ય અંગે એક સંસ્થા માં ગયો, ત્યાં સ્પર્શે એક સ્ત્રી ને જોઈ, બે ઘડી પોતાનો ધબકાર તે ચુકી ગયો, કારણ કે તેની આંખો, બોલવાની અદા, અવિસ્મરણીય અવાજ, અને કોમળ અંગો તમામ પોતાની કલ્પના જેવા જ હતા. તે સ્ત્રી સાથે માત્ર પાંચ મિનિટ તેની મુલાકાત થાય છે. પરંતુ તેને પોતાની કલ્પના મળી ગઈ તેવો અહેસાસ થાય છે.
તે સ્ત્રી વિવાહિત હતી, ખરેખર તેના શબ્દો માં જાદુ હતો, તે ઘણી મનમોહક અને ચતુર હતી, તે સ્ત્રી સાથે સ્પર્શ ની અવાર નવાર મુલાકાત થતી, બંને વચ્ચે વાતચીત થતી, ધીમે ધીમે કરતા બંને મિત્રો બન્યા,
તે સ્ત્રી નું નામ હતું રાધા.
રાધા એવું માનતી કે જેની સાથે લગ્ન કર્યા છે તે માત્ર તેને જ પ્રેમ કરશે, તેના જીવન માં પ્રેમ માટે ની જગ્યા પહેલે થી ભરાયેલી હતી. તે રોજબરોજ પોતે અનુભવેલી વાતો કોઈ ને કહી ના શકતી કારણ કે તેને કોઈ મિત્ર નહોતું, સ્પર્શ સાથે મિત્રતા થાયા પછી, તે પોતાના કામ ની સાથે સાથે દિવસ ની ઘણી પળો સ્પર્શ સાથે વાતો કરવામાં વીતવતી.
રાધાના જીવન માં પડેલી મિત્ર ની ખોટ જાણે સ્પર્શે ભરી હોય એવો તેને અનુભવ થયો.સ્પર્શે રાધા ના તમામ સ્વપનાઓ અને તમામ ઈચ્છાઓ પૂરી કરવાની તૈયારી દર્શાવી. રાધાનો સરળ સ્વભાવ, તેની સાદગી અને મોર્ડન વિચારો અને તેની બોલવાની અદા એ સ્પર્શ ને જલ્દી થી જાણીતો બનાવી દીધો. અને સ્પર્શ ને પોતાની કલ્પના મળી ગઈ હોય તેમ તે ફરી રાધા ને પ્રેમ કરી બેઠો.
બંને ઘણીવાર એકાંત ના સમય માં મળતા. પરંતુ બંને ની મુલાકાત અનોખી હતી, તદ્દન નિઃસ્વાર્થ, બંને પોતાની મુલાકાત માં ભૂત કાળ અને વર્તમાન ની વાતો કરતા.
એકબીજા ની પસંદ નાપસંદ જાણતા,
એક દિવસ તેની મુલાકાત માં સ્પર્શ ને પોતાની કલ્પના યાદ આવી, તેણે રાધા સાથે પણ પોતાની કલ્પના જોડે વર્તન કરતો તેવું વર્તન કર્યું, રાધા ને તેણે બાહુપાશ માં ભરી, રાધા પોતાનો ધબકાર ચુકી ગઈ, રાધા એ દિવસે રડી પડી, કારણ કે તે સ્પર્શ ને ઉત્તમ મિત્ર માનતી હતી, તે વિચારતી રહી ગઈ કે મિત્રતા માં સ્પર્શ ક્યાંથી?સ્પર્શ આંસુ લૂછતાં બોલ્યો માફ કરજે, હું થોડી વાર જાણે દુનિયા ભૂલી ગયો હતો, એટલે મારા થી આવું વર્તન થઈ ગયું.
રાધા સ્પર્શ થી છૂટી પડી.
ઘણા દિવસ ઉદાસ રહી,
કારણ કે તેના વ્યક્તિત્વ થી કોઈ મોહાય તે રાધા ને ના ગમતું. બંને ની આ મિત્રતા નું કોઈ સાક્ષી નહોતું,
રાધા પોતાના જીવન માં ભરેલા દરેક ડગલાં પાર તે ગર્વ અનુભવતી. તેની આ છુપી મિત્રતા તેને ઘણીવાર ખૂંચતી. રાધા પોતાને ગમતી ના ગમતી તમામ વાતો સ્પર્શ સાથે કરતી. રાધા એ પોતાના જીવન માં ઉત્તમ મિત્ર નું સ્થાન સ્પર્શ ને આપ્યું હતું. પરંતુ સ્પર્શ માટે રાધા પોતાની કલ્પના હતી, સ્પર્શ પોતાનો વર્તમાન રાધા માં કલ્પના ને જોઈ ને જીવતો. તેણે તો રાધા નું નામ પણ કલ્પના રાખી દીધું હતું, કારણ કે કલ્પનાની વાત થી રાધા અજાણ નહોતી.
રાધા ઘણીવાર પોતાના હાથે બનાવેલું ભોજન સ્પર્શ માટે લાઇ જતી. સ્પર્શ રાધા નું પેન્ડિંગ ઈચ્છાઓ નું લિસ્ટ જે રિઝર્વ હતું તે પૂર્ણ કરતો.સ્પર્શ ને ઇચ્છાઓની પૂરતી બોઝ ના લાગતો તેથી રાધા તેની ઘણી ઈચ્છાઓ સ્પર્શ સામે વ્યક્ત કરતી.
કલ્પના નો અહેસાસ સ્પર્શ ને રાધા પાસે થતો હતો, પરંતુ જ્યારે સ્પર્શ રાધા ને પોતે પ્રેમ કરે છે એવું કહેતો ત્યારે રાધા નારાજ થઈ જતી, અને ખૂબ ઉદાસ પણ, કારણ કે રાધા એ પણ કોઈ ને પ્રેમ કર્યો હતો અને કરે છે, રાધા માટે સ્પર્શ ઉત્તમ મિત્ર થી વધુ કંઈ જ નહતો.તે સ્પર્શ પણ જાણતો હતો.
ઘણીવાર પોતે લાગણી ના આવેશ માં આવી ને રાધા ને ના ગમતું કરી બેસતો, સ્પર્શ એવી આશા રાખતો કે એક દિવસ રાધા પણ કહે કે તે સ્પર્શ ને પ્રેમ કરે છે, પણ તે રાધા ની પ્રકૃતિ માં નહોતું બે વ્યક્તિ ને પ્રેમ કરવાનું.
રાધા સ્પર્શ ની લાગણીઓ સમજતી પણ તે તેને પ્રેમ ના કરી શકી.
સ્પર્શ રાધા ને ખુબ જ પ્રેમ કરતો, અને રાધાને કોઈ પણ સંજોગો માં ખુશ જોવા માંગતો હતો.
ઘણી વાર રાધા અને તેની મુલાકાત માં તે રાધા નો હાથ પકડતો, તેના ચહેરા પર આંગળી ફેરવતો, પાછળ થી કમર પકડી પોતાના બાહુપાશ માં ભરી લેતો, અને ખભા પર હાથ મુકતો, રાધા સ્પર્શ નું આ સ્વરૂપ સ્વીકારી નહોતી શકતી, તેણે ઘણી વાર સ્પર્શ ને કહેલું કે આ વાત મને નથી ગમતી. સ્પર્શ માફી માંગી લેતો.
ફરી જ્યારે રાધા ને મળતો અને કલ્પના ને યાદ કરતો, રાધા નો સ્પર્શ કરતો. રાધા પવિત્ર હતી, પરંતુ તેને સ્પર્શ સાથે આ સબંધ માં રહેવા નહોતી માંગતી. જ્યારે જ્યારે સ્પર્શ રાધા ની નજીક જવાની વાત કરતો ત્યારે રાધા રડી પડતી, રાધા ને કોઈ પોતાના શરીર ને અડે તે અક્ષમ્ય વાત હતી.
રાધા મનોમન વિચારતી કે પોતાની પસંદ ન પસંદ સ્પર્શ જાણતો હોવા છતાં, કેમ નથી સમજતો ? કદાચ તેનો જવાબ હશે સ્પર્શ ની અવિરત લાગણીઓ, તે લાગણી ના આવેશ માં આવી ને ક્યારેક રાધા જોડે તેને ના ગમતું વર્તન કરી બેસતો,
રાધા પોતાના પરિવાર અને પોતાના પતિ સામે વફાદાર હતી, તેના માટે આ સબંધ મિત્રતા નો સબંધ હતો, જ્યાં પોતે પોતાની મૂંઝવણો કહેતી, અને દુનિયા ના ભાર માંથી તે સ્પર્શ સાથે હળવી થઈ શકતી.
રાધા માટે પણ આ લાગણી નો સબંધ હતો, પણ એક મિત્ર નો.
તેના આ સબંધમાં સ્પર્શનો સ્પર્શ તેને ના ગમતો.
દોઢ વર્ષ ના સમયગાળા માં પણ રાધા સ્પર્શ ને પ્રેમ ના કરી શકી, કારણ કે તેણે સ્પર્શ ને ઉત્તમ મિત્ર નું સ્થાન આપ્યું હતું. પરંતુ સ્પર્શ ક્યારેક રાધા ને કલ્પના ના સ્વરૂપ માં જોતો તો તે ભાન ભૂલી જતો.
રાધા એ નક્કી કર્યું કે હવે પછી તે સ્પર્શ ને ક્યારેય નહીં મળે,કારણ કે રાધા ને અન્ય નો સ્પર્શ ના ગમતો.
વિચાર્યું કે આ સબંધ તે પોતે પુર્ણાહુતી આપી દેશે, પોતે પહેલા જેમ જીવતી તેમ ફરી પોતાનું જીવન જીવશે, તે દુનિયા સામે કટોકટી ની સ્થિતિ માં લડશે, પણ ઉભી રહેશે, મનોમન દુઃખી થતી કે તેને પોતાના જીવન ના ઉત્તમ મિત્ર એવા સ્પર્શ ને ખોઈ દીધો.
રાધા એ પોતાના જીવન માં એક પણ કામ એવું નહોતું કર્યું કે તેને નીચું જોવાનું થાય, તેને ભગવાન ને ફરિયાદ હતી કે કોઈ તેના થી મોહિત ના થાય, ભગવાને એક મિત્ર ને મોકલ્યો જીવન માં તેને પણ રાધા થી પ્રેમ થઈ ગયો. મનોમન ભગવાન તરફ થી મળેલા રૂપ ને ધિક્કારતી હતી. આજે સ્પર્શે ફરી રાધા ને ખોઈ દીધી, જેમ વર્ષો પહેલા કલ્પના ને ખોઈ દીધી હતી. આજે સ્પર્શ પાસે દુનિયા ની તમામ ખુશી હોવા છતાં પણ તે ખુશ નથી, કારણ કે તેની પાસે પોતાની કલ્પના નથી, પોતાની રાધા નથી,
તેને ફરી પોતાની રાધા સાથે જીવવું છે,
ફરી રાધા ની ઈચ્છાઓ પૂર્ણ કરવી છે,
ફરી રાધા ને ઉછળતી કૂદતી હસતી જોવી છે,
ફરી કલ્પના ના અધૂરા સ્વપ્નો રાધા માં પુરા કરવા છે,
પરંતુ આજે રાધા સ્પર્શ થી ખુબજ દૂર ચાલી ગઈ હતી, તેના સ્પર્શ ના કારણે,
આજે સ્પર્શ ફરી અનાથ બની ગયો પોતાના પ્રેમ વિના,
કદાચ એ જ કારણ હતું,
તે રાધા ની નાપસંદ સમજી શક્યો હોત,
તે રાધા ને સમજી શક્યો હોત,
તે રાધા ના અણગમા ને અનુભવી શક્યો હોત,
કદાચ તે રાધા નો મિત્ર બની શક્યો હોત,
આ કહાની ને મેં માત્ર શબ્દો જ આપ્યા છે, પરંતુ આ કહાની હકીકત છે, ખુબજ હૃદયદ્રાવક છે, ગમે તો શેર કરજો, અને પ્રાર્થના કરજો કે, સ્પર્શ ફરી પોતાની લાગણીઓ પર કાબુ રાખીને રાધાનો ઉત્તમ મિત્ર બની શકે……..A+
સંતોષપૂર્વક જીવન જીવવા માટે એક સત્ય સ્વીકારી લેવું,
બધા ને બધું મળતું નથી, અને મળેલાં માં સંતોષ માનવો…….

















































