પૂર્વ ભારતીય બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે કહ્યું છે કે સીમિત ઓવરની ક્રિકેટ માટે વિરાટ કોહલીની જગ્યાએ રોહતિ શર્માને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવાની જરૂર નથી. લક્ષ્મણે વિજયી લોકપલ્લી અને જી.કૃષ્ણન દ્વારા લિખિત પુસ્તક ધ હિટમેનઃ ધ રોહિત શર્મા સ્ટોરીના વર્ચ્યુઅલ વિમોચન દરમિયાન આ વાત કહી હતી.
લક્ષ્મણે કહ્યું હતું કે, તેમાં કોઈ શંકા નથી કે રોહિત એક શાનદાર કેપ્ટન છે. વિરાટની ગેરહાજરીમાં તે ઘણો સફળ રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત સફળતા અપાવવી સરળ નથી. જે રીતે તેણે ટીમનું નિર્માણ કર્યું છે અને કઠિન પરિસ્થિતિઓમાં ટીમને સંભાળી છે તે ઘણી શાનદાર છે. તેની પાસે ભારત માટે એક સફળ કેપ્ટન હોવાના બધા ગુણ છે. પરંતુ અહીં પર બદલાવની આવશ્યક્તા નથી. વિરાટને અભીતપૂર્વ સફળતા મળી છે અને તે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. મને કોઈ બદલાવ કરવાની આવશ્યકતા લાગતી નથી.
લક્ષ્મણે કહ્યું છે કે રોહિતની ટેસ્ટ ક્રિકેટમાં સ્ટોપ-સ્ટાર્ટ કરિયર રહ્યું છે.તેનું કરિયર મને મારા કરિયરની યાદ અપાવે છે. ઓપનિંગ કર્યા વગર ક્વોલિટી બોલરો વિરુદ્ધ ઓપનિંગ કરવાનું સરળ નથી. એક વખત તેમની આંખો જામી જાય છે તો તે બોલરો પર દબાણ બનાવી શકે છે. હું જાણું છું કે તેની અંદર કંઈક અલગ કરવાની ક્ષમતા છે. ટેસ્ટ ક્રિકેટમાં અમે બીજી શતક બનાવવા માટે સંઘર્ષ કરે છે અને તેણે તો વન-ડે ક્રિકેટમાં ત્રણ વખત શતક મારી છે.
પુસ્તક વિમોચન સમયે ભારતના પૂર્વ કેપ્ટન અનિલ કુંબલે પણ હાજર હતા. તેમણે કહ્યું હતું કે, સમય પર આવવા પર રોહિત ટીમની ભાગદૌડ સંભાળવા માટે તૈયાર હશે. જ્યારે અમે તેને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી આપવા માટે કહી રહ્યા હતા ત્યારે તે ઘણો આશ્વત હતો. તે સ્વાભાવિકરૂપથી તેની પાસે આવ્યો છે. તે બધી ચેલેન્જ માટે તૈયાર રહે છે. આપણી પાસે એક સારો વિકલ્પ છે. અમે ભાગ્યશાળી છીએ કે આપણી પાસે રોહિત છે, જે આઈપીએલમાં ઘણો સફળ રહ્યો છે. જ્યારે સમય આવશે અને જરૂરત હશે તો મને વિશ્વાસ છે કે તે તૈયાર હશે. કુંબલે મુંબઈ ઈન્ડિયન્સના કોચિંગ સ્ટાફનો ભાગ રહી ચૂક્યો છે.
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...


















































