શું તમે ક્યારે પણ રવા ઇડલી ઘરે બનાવી છે? જો ના તો આજે જ બનાવો તમે…રવા ઇડલી ખૂબ જ ફટાફટટ બની જાય છે અને ટેસ્ટમાં પણ મસ્ત લાગે છે. રવા ઇડલી તમે બાળકોને ખવડાવો છો તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારું. તો જલદી જાણી લો તમે પણ કેવી રીતે ઘરે બનાવશો ‘રવા ઇડલી’
સામગ્રી
- સોજી
- 1 ચમચી અડદની દાળ
- લીલા મરચા
- રાઇ
- તેલ
- બેકિંગ સોડા
- હિંગ
- મીઠું
- દહીં
- જરૂર મુજબ પાણી
- કાજુ
બનાવવાની રીત
- રવા ઇડલી બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર કડાઇ મુકીને એમાં 2 થી 3 ચમચી તેલ નાંખો.
- તેલ ગરમ થાય એટલે એમાં રાઇ, અડદ, હિંગ, લીલા મરચા જેવી સામગ્રી નાંખીને બરોબર મિક્સ કરી લો.
- હવે કાજુના કટકા અને સોજી શેકો. ખાસ ધ્યાન રાખો કે આ શેકતી વખતે તમારે હવે જરૂર મુજબ મીઠું એડ કરવાનું છે. સોજી ત્યાં સુધી શેકો જ્યાં સુધી એ આછા ગુલાબી રંગની થાય. સોજી તમારે એકદમ ધીમા ગેસે શેકવાની છે. જો તમે ફાસ્ટ ગેસે સોજી શેકસો તો દાઝી જશે અને વાસ પણ મારશે.
- આમ, આ મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં દહીં અને જરૂર મુજબનું પાણીને મિશ્રણને થોડુ નરમ બનાવો.
- હવે આ મિશ્રણને 10 મિનિટ સુધી રહેવા દો. જો તમારી પાસે સમય છે તો આ મિશ્રણને 20 મિનિટ સુધી પલળવા દો.
- હવે આ મિશ્રણમાં સોડા નાંખો
- આ પ્રોસેસ થઇ જાય એટલે ઇડલના કુકરમાં નીચે પાણી ગરમ થવા મુકો.
- ત્યારબાદ અંદરની પ્લેટને થોડુ તેલ લગાવી દો અને પછી એમાં આ ખીરું એડ કરો.
- હવે ઢાંકણ ઢાંકીને 10 થઈ 15 સુધી થવા દો.
- તો તૈયાર છે તમારી ટેસ્ટી-ટેસ્ટી ‘રવા ઇડલી’


















































