પ્રેમ શબ્દ સાંભળતા જ મોટા ભાગના લોકો માં એક જ વિચાર આવતો હોય છે, સાચું ને ?
કેમ આવું છે એ સમજમાં નથી આવતું. બાપ દીકરી વચ્ચે પ્રેમ ના હોય શકે? કાકા ભત્રીજી વચ્ચે એક પ્રેમનો નાતો ના હોય શકે?દાદા અને પૌત્રી વચ્ચે પ્રેમ હોય જ છે ને. હાલના સમયમાં લોકો પ્રેમને બસ એક જ નજર થી કેમ જોવો છે? એક સ્ત્રી અને પુરુષ વાત કરતાં હોય તો બધાના મગજમાં ખરાબ વિચાર જ જન્મ લેતાં હોય છે. ઘણીવાર તો એવું પણ બનતું હોય છે કે કોઈ બસ મિત્રતા સમજીને વાત કરતું હોય અને સામે પક્ષે માનસિકતા બીજી જ ઊભી થાય છે. એવું નથી લાગતું કે માનસિકતા બદલવાની જરૂર છે?


















































