આજે સન્ડેની રજા હતી અને આશાને નિર્ણય લેવાનો હતો કે હું કોને પસંદ કરું.. અમર નિરવ બંન્ને મિત્રો હતાં અને આશાનું પણ એમની સાથે બનતું. ત્રણે અવાર નવાર કોલેજ માં ભણતાં ત્યારે લાઈબ્રેરીમાં વાંચવા ભેગાં મળતાં અને વાતચીત પણ ભળીને કરતાં અને ભણવામાં ધ્યાન કરતાં વધુ વિચારવાનો સમય ન મળતો પણ ત્રણેની વાતમાં ત્રણે સહભાગી થતાં. હવે કોલેજ કાળ પૂરો થયો બધા નોકરી ધંધો વિચારી જગા મળતાં ગોઠવાયા. આશા શાળામાં બારમાં ધોરણની પ્રોફેસર બની. અમર બેન્કમાં લાગ્યો જ્યારે નિરવ બાપદાદાની ફેક્ટરી સંભાળી રહ્યો હતો. ક્યારેક ત્રણેય મળતાં પણ પહેલાં જેવું હવે નથી લાગતું એમ પણ કહેતાં…
એક દિવસ નિરવે આશાને ફોન કરી પૂછ્યું. “આશા, હું તને ચાહું છું જો તારી હા હોય તો આગળ વાત વધારીએ…” આશા તો હેબતાઈ ગઈ અને મા-બાપને વાત કરવાનું કહી હાશકારો કર્યો… એક દિવસ અમર આશાના ઘરે આવી આશાની મમ્મી ને વાત કરી કે “આશા મને ગમે છે અમે બચપનનાં મિત્ર પણ છીએ… તો તમે હા પાડો તો અમે એક થઈ શકીએ.” આશાની માએ કાલે કહું છું કહી અમરને વાળ્યો. આ વાત આશાને કરી શું વિચાર છે પૂછ્યું તો તેણે નિરવની વાત કરી જે એની જાતનો જ હતો… માતાએ આશાને બધી વાતે સાવચેતી કરી રાત વિચારવા આપી અને કાલે જવાબ આપવાનું કહ્યું. ત્રણે મિત્રો સમજદાર હતાં તેથી આશાએ બન્ને મિત્રોને સવારનાં વહેલાં પોતાનાં ઘરે બોલાવ્યાં. સાચી વાત કરી… ત્રણે એકબીજાને જાણતાં હતાં ને સારા સંસ્કારી હતાં તેથી નિર્ણય લેતાં વાર ન લાગી. અમર મારવાડી હતો.. એનાં રીત રીવાજ કદાચ આશા ને ન ફાવે એ સમજી અમરે જ કહ્યું પસંદગી તારા ઉપર છે.. એમ નિરવે પણ કહ્યું… નિરવ એનાં જ્ઞાતિ નો હોવાથી આશા ને કંઈ તકલીફ ન પડે… નિરવને ઘણી વાતો કહી કે “આશાનું ધ્યાન રાખજે.. હું ચાહું છું પણ એનો અર્થ એ નથી કે મેળવી જ લઉં. એની જીંદગી પણ જોવી જોઈએ.” આશા અમરની દોસ્તી પર ફિદા થઈ પણ ત્રણેયની સમજુતીએ આશાને નિરવ માટે હા પાડી.. નિરવ આપણી ત્રિકોણ દોસ્તીને ક્યારે વખોડતો નહી.. આશાને હેરાન ના કરતો અને આશાએ માને બુમ મારી. મમ્મી આવીને આ ત્રણેની વાત સાંભળી પ્રણય ત્રિકોણ ની સાચી સમઝ જોઈ રડી પડી… અમરને પણ સારું પાત્ર જોઇ જલ્દી પરણી જવાં કહ્યું… ને હસતાં હસતાં જલ્દી લગ્ન માં મળવાના વાયદા સાથે છૂટા પડ્યાં અને આશા તથા નિરવનાં લગ્નમાં સહર્ષ ભાગ લઇ અંતે શુભેચ્છામાં કહ્યું, “હું અમેરીકા જવાનો છું… બસ વિઝાની રાહ જોઉં છું…” ને ત્રણે હસ્યાં પણ અમરની આંખમાં છલકી રહેલાં હર્ષાશ્રુ આશાની નજરે ચડી ગયાં પણ તેણે હસતાં હસતાં સામી શુભેચ્છા આપી… “અમને ભૂલી ના જતો અમેરીકામાં જઈ ને”… કહેતાં નિરવ સાથે બધાંનાં આશિર્વાદ લેવા આગળ વધી….


















































