” પૂજવાં, દાગીનો હોય તો સારું !”
ફેક્ટરીથી ઘરે જઈ રહેલાં,
સટલિયાંમાં દબાઈને બેસેલ,
લાભુના મા-બાપ,
ધનતેરસને ચર્ચી રહ્યાં છે !
મમ્મી કહે,
“ધનની પૂજા કરવાં શું મૂકું ?
રોકડમાં તો લાભુના ગલ્લાની ચિલ્લર,
ને આજની આપડી કમાણી છે !
લોકો કહે દાગીનો હોય તો સારું કહેવાય !”
બાપ, સટલિયાંનું હેન્ડલ,
મજબૂતાઈથી પકડી બબડે છે ,
” તે, આખા મલક કને દાગીનાં હોય !
તું નવી નવી વાતો કરી મગજ ના બગાડ ! ”
બધી રીસને,
સટલિયાંનાં હેન્ડલે દબાવી,
જુઓ ને ! એક પતિ, નાછૂટકે,
ગરીબાઈને કેવો છૂપાવે !


















































