પપ્પા દિકરી રમે સંતાકુકડી,
પપ્પા છુપાય પહેલાં,
દિકરી શોધી લે બે ઘડીમાં,
હવે વારો આવ્યો દિકરીનો,
પપ્પા શોધે અહીં તહીં,
શુ છે સોફા પાછળ, પલંગ નીચે?
શુ છે બારીનાં પરદામા લિપટાઈને?
શુ છે ગુલાબી ચાદરમાં વિટાઈને?
શુ છે રસોડામાં મમ્મીના પલ્લુમાં છુપાઈને?
અહીં તહીં દિકરી કાંઈ નહીં,
પપ્પા એ જોયું કેલેન્ડર,
નજર પડી 20 વર્ષ વીતી ગયાં,
દિકરી વહું બની સાસરીએ ચાલ્યા ગયાં.
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...


















































