આજે આશા ઘરમાં એકલી પડતાં વિચારોના વમળમાં વિંટળાઈ. જેમ જેમ વિચારે તેમ તેમ તેનો રોફ રુવાબ ઓગળતો ગયો ને.. રડી પણ ન શકી… લડી પણ ન શકી જાત સાથે…. એને એનું ભણતર, રુપ, જોબનનું અભિમાન છેક ન ધારેલું ત્યાં આવવું પડ્યું એ જ વાતમાં મનોમન વિટાતી રહી…
એનાં મન પર કેટલી સ્મૃતિ ઓ આવી ને હીંચી રહી જે રંગીન… મનોરમ્ય હતી.. સારું ભણતી… કોલેજમાં કેટલાયે છોકરા મૈત્રી બનાવવા લટ્ટુ હતાં. અરે પેલો રોમેશ તો મને સર્વસ્વ માનતો.. મારો પડ્યો બોલ ઝીલતો… ઘરે પણ આવતો લેશનનાં બહાને પણ… મેં કાયમ એને ધુત્કાર્યો… બાજુમાં રહેતો આદિત્ય મરાઠી હતો. મને ગમતો પણ મારે તો ભણવામાં રસ હતો.. આગળ વધવું હતું… લફરામાં પડું તો ભણાય ના…. એ જાણી દૂર રહેતી… કેટલા નામ ગણાવું કેટલાયે સાથે ઝગડી એનાં મા બાપ ને કહી આવી.. અરે એ તો ઠીક… ભણી લીધું સારી નોકરી એ લાગી… મા બીચ્ચારી… આ સારો… પેલો વધુ સારો એમ માંગાઓ આવે ને મને પટાવે… પણ હું ગુમાની થઈ ગઈ હતી તેની મને ખુદ ખબર ન હતી પણ ગામ આખાને ખબર પડી ગઈ… કોલેજ છુટી એટલે એ ફ્રેન્ડ્સ છૂટ્યાં… માંગાઓને નકારતાં રહી… ધીરે ધીરે એ પણ આવતાં બંધ થયાં..
મા બાપ ભાઈ ભાભી સમજાવતાં પરણવા માટે પણ હું અભિમાન માં હજુ ક્યાં મોડું થયું છે? અરે પરણી ને બસ બચ્ચા જ પેદા કરવાનાં છે તો આવા ઊંચ્ચા હોદ્દા પરનું શું મહત્વ… અરે લગ્ન કરી ને શું કાંદા કાઢવાનાં છે…. અને સમય સરકતો ગયો… મા બાપ અચાનક ગામતરે ગયાં… ને ભાઇ ભાભી સાથે પછી ઓછું બનતાં અલગ રહેતી… પણ…. હવે છત્રીસ પૂરા થયાં.. બેન્ક બેલેન્સ ભરપુર થઈ હરવા ફરવા જતી પણ એકલપન જણાતું… ઘરમાં આવેતો… ગમતું ના બહાર મિત્રો ને સજોડે કુટુંબ માં જોતાં મન કડવું થતું….
હવે માબાપ ની વાત સમજાઈ પણ સ્વભાવ કડક ના દોરે કોઈ નજીક ન આવે..
તે જવા ચાહે તો ઈગો નડે..
આમ બધું સુખ છતાં… મન કંઈક ઝંખતું હતું… અનાયાસે…. એક વાર ઓફિસમાં.. એક નવો ઓફિસર આવ્યો.. એ નવો હતો તેથી ભળીને વાત કરતાં ગમતાનો ગુલાલ થયો. રોજ ફરવા પીક્ચર જોવા હોટેલમાં સાથે સાથે રહેતાં…. આઈ લવ યુ થઈ ને કોર્ટ મેરેજ કરી લીધાં… એ નવો ઓફિસર હવે પતિ બન્યો… હકીકત જાણી તો… ખબર પડી એની પત્ની મરણ પામી હતી. બાળકો મા બાપ પાસે હતાં.. ભણેલો ગણેલો ખરો પણ ન જાત પૂછાઈ ન ભાત પૂછાઈ… બસ સમજાયું કે.. આ ઉંમર વાળો પતિ બાવળ જેવો ને હું નાજુક વેલ એને વિંટળાઈ સમર્પિત થઈને… હવે જીવવું રહ્યું હકીકતમાં
સાથીની જરુર તે… મને.. સ્વિકારવું પડ્યું….. ને….. આ નિર્ણય લીધો… પસ્તાવું કે હસવું સમજાતું નથી સમજવું પણ નથી… એટલામાં પતિ રમેશ આવ્યો ને એ દોડીને બાવળને વિંટળાઈ વળી… બધી જ વાતનાં વમળને દાબી… આજ હમણાંની પલને માણવા વરસોથી… તરસતી.. પણ અભિમાનમાં સમય ને તાણ્યો હતો..નાણ્યો ન હતો તે…. પ્રેમની પલ પલ માણી રહી… આજે… બસ… બધી વાતો… ભૂલીને.


















































