ઘણા સમય પહેલાની વાત છે. હું ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી હતી. ઉંમર આશરે ૧૩-૧૪ વર્ષ ની જ હશે. પરીક્ષાઓ પૂરી થઈ અને વેકેશન કરવા હું મારી મોટી બહેન ને ત્યાં રોકાવા ગઈ હતી. એ દરમિયાન હું બપોરે શાંતિ થી આરામ કરતી હતી. આમ તો ભરપૂર ઊંઘમાં હતી છતાં મને કોઈક એ મને ખરાબ રીતે અડક્યાનો આભાસ થયો. હું સફાળી બેઠી થઇ ગઇ. જોયું તો રૂમમાં કોઈ નહોતું પણ દોડીને જોવા ગઈ તો મારા બનેવી બહાર જતાં હતાં. મારો વહેમ છે એવું સમજી મે જતું કર્યું પણ આવું ઘણી વાર થતું અને આસપાસ એ જ હોય. એક દિવસ મે પણ નક્કી કર્યું આજે સૂવું નથી. સૂવાનો અભિનય કરતી હતી. થોડી વાર થઈ બનેવી રૂમમાં આવ્યા. પહેલા મને બોલાવી. મે જવાબ ન આપ્યો પચી પગ થી ઉઠાડી મે જવાબ ના આપ્યો તો એમને થયું કે આ હવે ભરપૂર ઊંઘમાં છે. એણે મારી છાતી પર હાથ મૂકવાનો પ્રત્યન કર્યો ને તરત જ મે આંખો ખોલી ગુસ્સાથી એમની સામુ જોયું અને એટલું જ બોલી, ‘ આ બધું બેનને ખબર પડશે તો આના પરિણામ સારા નહિ આવે. પણ ૧૫-૧૬ વર્ષ ની ઉંમરે ખબર પડી કે સારું ખરાબ કોને કહેવાય અને સમજણ આવી તો જાણવા મળ્યું આનાથી પણ વધુ બાળપણ માં થઈ ચૂક્યું છે. એ પછી સગો ભાઈ હોય કે કાકા કે પછી રોજ શાળા એથી લેવા મૂકવા આવતો એ ભાઈનો મિત્ર. આ બધી વાત હજી તો ભૂલું અને અભ્યાસમાં પોરવાઈ જાઉં ત્યાં તો લગ્ન કરી દેવાયા. મારું મન છે કે નહિ મારી ઇરછા જાણ્યા વિના મારી સાથે સબંધ બાંધનાર એ પતિ બળાત્કારી ના કેહવાય?
આટલું બોલતાંની સાથે જ નિર્ભયા રડી પડી. પરંતુ પોતાના આંસુઓ લૂછતાં બોલી, ‘ પણ નબળી નથી પડી હું. મેં ૧૦ વર્ષ સુધી એ લગ્ન જીવન ભોગવ્યું અને એક સુંદર મજાની દીકરી પણ આશીર્વાદ રૂપે મળી. મેં જે ભોગવ્યું એનું એની સાથે પુનરાવર્તન ના થાય એવો વિચાર મન માં લઈ સંઘર્ષ કર્યો અને એ લગ્ન જીવન ત્યાં જ અટકાવ્યું. ઘણા પ્રશ્નો પણ થયા જેના જવાબ હું આપવા માટે ત્યારે સક્ષમ નહોતી. પણ આજે દરેક વ્યક્તિ ને સીધો એકજ જવાબ આપું છું. સંઘર્ષ કરીશ પણ ખોટું સહન તો નહિ જ કરું.
આજે ધીમે ધીમે કરીને નાની છોકરીઓ માટે સારો ખરાબ સ્પર્શ કોને કહેવાય. કોઈ પણ સ્થિતિ માં કેમ વર્તવું જોઈએ એનું માર્ગદર્શન પૂરું પાડું છું. માધ્યમ વય ની છોકરીઓ ને સેલ્ફ ડિફેન્સ અને કરાટે ની ટ્રેનિંગ આપુ છું. અને મોટી ઉંમર ની મહિલાઓ ને જ્યાં પણ જરૂર પડે ત્યાં સાથ આપુ છું. પોતાની જાત મેહનત થી અભાં મહિલાઓ પણ કમાઈ શકે એની માટે ભારત ગૂંથણ તેમજ સિલાય કામ ના પણ ક્લાસિસ ચલાવું છું. જે નિર્ભયા પોતાની પરમ મિત્ર સાથે પણ વાત કરતા અચકાતી આજે બીજી હજારો છોકરીઓ સાથે એવું ના થાય એટલે ખુલીને પોતાની બધી જ વાત હું માંડીને કરું છું. તે પૂછ્યું કે કેમ હસો છો ને ઠપકો નથી આપતા એનું કારણ એ હતું કે હું ખૂબ જ રાજી થઈ કે મારા કારણે જો કોઈ ખરાબ અનુભવ માંથી તું બચી શકી હોય તો એ મારું સૌભાગ્ય છે. પોતાની જાતને નબળી નહિ પણ નસીબદાર માનું છું કે ઈશ્વરે મને આજના જમાના માં કોઈને મદદરૂપ થવાનું બહાનું આપ્યું. જીવનના ખરાબ અનુભવો ને પણ મે શિક્ષણ સમજી એમાંથી નવું શોધ્યું. અને હજી મારી ઈચ્છા આ કાર્ય ને વધુમાં વધુ આગળ લઈ જવાની છે.
જેની માટે બાળપણ થી જ છોકરાઓ અને નવયુવાનો ને એક સ્ત્રી પ્રત્યે કેમ વર્તવું જોઈએ એવું માર્ગદર્શન આપવું છે તેમજ આવી કોઈ પણ પરિસ્થતિમાં પોતાનો બચાવ કઈ રીતે કરવો એવું દરેક છોકરીઓ ને સમજણ પૂર્વક સમજાવું છે. મારી સાથે જે કંઈ પણ થયું એ સારું તો નહોતું જ કે નથી માફ કરી શકાય એમ પણ એને બદલી તો શકાય નહિ છતાંય એનું પુનરવર્તન ના થાય એના માટે મેં આ કૂચ કરી છે જેમાં મારા માતા પિતા નું ખૂબ જ યોગદાન છે.
આટલું બોલી નિર્ભયા એ સૃષ્ટિ ને કહ્યું, ‘ હવે તું આરામ થી સૂઈ જા હું સવારે તને મૂકવા પણ આવીશ અને તારા માતાપિતા ને માંડીને બધી વાત પણ કરીશ.
તો મિત્રો કહેવા એટલું જ માંગુ છું. વિકાસ ખાલી દેશનો કરવાથી કંઇ જ ફેર નહિ પડે વિકાસ બુદ્ધિ તેમજ શિશ્ત નો પણ કરવો પડશે. છોકરીઓ ને બારે એકલી ના જજે કે આવા કપડાં ના પેરીસ એમ કહેવાથી સમસ્યાઓ નું સમાધાન નહિ આવે. છોકરાઓને સ્ત્રી નું સન્માન કેમ કરાય એ પણ શીખવવું જરૂરી છે .
નાની બાળકીઓ બારે તો શું ઘરમાં પણ સુરક્ષિત છે કે નહિ એની આપણે નોંધ લેવી જોઈએ. અને બાળક કંઇ જણાવે તો પ્રશ્નો અને શિખામણો આપવાને બદલે ખૂબ જ સહજતા પૂર્વક એનો સ્વીકાર કરી ને પ્રોત્સાહન આપી એનો ટેકો બનવાનો પ્રયાસ કરવો જોઈએ. નિર્ભયા એ જે કંઈ પણ અનુભવ્યું ત્યારે એનો સાથ આપવા કોઈ સાથે નહોતું છતાં આજે એ દરેક મુંજવણ અનુભવતી સ્ત્રી નો ટેકો બનવાનો પ્રયાસ કરે છે. આવા સરસ વ્યક્તિત્વ ને વધાવવા માટે મારી પાસે ફક્ત લોખંડી સ્ત્રી નું બિરૂદ છે.


















































