નટુભાઈ સાયન્સના એક સારા અને હોશિયાર શિક્ષક હતા.
પણ તેમને દારૂની કોથળી પીવાની એક કુટેવ હતી.
એક વખત કેમેસ્ટ્રી ના કલાસ માં..
નટુભાઈ શિક્ષક : સોડિયમ કાર્બોનેટ ની ફોર્મ્યુલા બોલ
ભૂરો : નટુ કોથરી
જવાબ સાંભળતાજ નટુભાઈ સાહેબે ભૂરાને ફૂટપટ્ટી થી બરાબર નો ધોઈ નાખ્યો. વાત પ્રિન્સીપાલ સુધી ગઈ. પ્રિન્સિપાલ સાહેબે ભૂરાને પૂછ્યું કેમ શિક્ષકની મશ્કરી કરે છે. ગુરુ તો દેવ સમાન હોય. નટુભાઈ સાહેબ ની માફી માંગ અથવા તો સ્કૂલ માંથી સસ્પેન્ડ કરવામાં આવશે..
ભૂરો : ના સાહેબ મશ્કરી નહતો કરતો. હું તો પ્રશ્ન નો જવાબ આપતો હતો..
પ્રિન્સીપાલ: જવાબ? કઈ રીતે? સમજાવ…
ભૂરો: Na2Co3
ગુજરાતીમાં સહેલાઈથી યાદ રહે એટલે મેં આ રીતે કહું છું..
Na2Co3= નટુ કોથરી
પ્રિન્સીપાલ સાહેબ ICU માં છે.
નટુભાઈ સાહેબ વેન્ટિલેટર પર છે .


















































