ભારતીય પૌરાણિક સાહિત્યમાં વિશ્વાસની સમજ કેળવાય તે વાતને વિગતે લખવામાં આવી છે. જરૂરી નથી કે સમાજની બધી બુરાઈ ખાલી આ જ યુગમાં છે, તે સમયે હતી અને તેનું ધ્યાન પણ દોર્યુ છે, જેથી માનવીઓ ભૂલ ન કરે.
ગોમતી નદીના કિનારા પર નાના ભાઇ અને અત્યંત સુંદર પત્ની સાથે રહેતા કણ્વ રૂષિના જીવનમાં પણ વિશ્વાસનુ જહાજ ડૂબી ચુક્યું હતું. નાના ભાઇ અને પત્ની વચ્ચે સંબંધ હોઇ શકે તેવી શંકા રૂષિના મનમાં આગની જેમ રમ્યા કરતી. કોઈ કામે બહાર જવું પણ પડે તો કણ્વના મનમાં ભાઇ પ્રગાથ અને પત્નીના અનૈતિક સંબંધો હોવાનો ભાર ઉતરતો જ નહીં. કણ્વ રોજ પ્રયત્નો કરે પણ શંકા વધતી જતી હતી. શંકાનો ભાર ઉતારવો આસાન નથી. કણ્વના પ્રયત્નો નિષ્ફળ જતાં હોય તો આપણે તો પામર છીએ. એકવાર કણ્વને બહાર જવાનું થયું. ભાઇ જંગલમાં ચારો અને લાકડા લેવા ગયો. કણ્વ આખા રસ્તામાં શંકા કરતાં જ રહ્યાં અને માર્ગ પણ ભૂલા પડ્યા. શંકા શાંતિ આપતી નથી. જીવવા પણ દેતી નથી અને ઝંપવા પઢ દેતી નથી. દર્દ વગરનો વંઠી ગયેલો રોગ છે. રસ્તામાં મૂડ ખરાબ થતાં માર્ગ પણ ભૂલી ગયાં. ભારતીય વિદ્વતાપૂર્ણ સાહિત્યએ સરળતાથી કહી દીધું કે અવિશ્વાસ અને શંકાશીલ માનસ હમેશા ભૂલું પડતું જ હોય છે. કોઇ સજ્જનની મદદથી કણ્વ પરત તો આવ્યાં. લાકડા અને ઘાસ લઇ આવેલા પ્રગાથને થાકેલો જોઈ પૂત્રવત પ્રેમથી ભાભીએ ખોળામાં સૂવડાવ્યો. કણ્વનુ અચાનક પાછું આવવું અને ભાઇને સૂતેલો જોઇ શંકા પાક્કી કરી નાખી. કોઈ પ્રશ્ન નહીં, જવાબ નહીં કે સંવાદ નહીં. માની લીધેલા આક્ષેપો સાચા. જો કે કણ્વને ભૂલ સમજાતા માફી માંગી. માફી માંગવામાં પણ મોડું થયું. બંને ભાઇ છૂટા પડ્યાં. વેદો પણ કહે છે કે નજરનો પણ ભરોસો કરવો નહીં.
સંબંધોના મૂળિયાંમાં પરસ્પર ડેડિકેટેડ ભરોસો લખેલો છે. કોઇની સાંભળેલી તો ઠીક, પણ જો રિલેશનશિપમાં ભરોસો ન આવતો હોય છતા નજરે જોઇને ય અંતિમ તથ્ય પર પહોંચતાં સો વાર વિચારવું જોઈએ. મૂળ સેક્સપિયરની કૃતિ ઓથેલો હોય કે વિશાલ ભરદ્વાજની ઓમકારા હોય…..આંખે જોયેલાનો પણ ભરોસો નહીં કરવો….
નૈના કી મત માનીયો રે,
નૈના કી મત સુનિયો રે,
નૈના ઠગ લેંગે,
નૈનો કી મત માનિયો રે….
Deval Shastri


















































