જો તમે પક્ષી પ્રેમી છો અને ગાંધીનગરની મુલાકાતે છે, તો તમે થોલ પક્ષી અભયારણ્યની મુલાકાત લેવાનું ચૂકતા નહીં. ગાંધીનગરથી થોલ બર્ડ અભયારણ્યમાં જવા માટે લગભગ 40 મિનિટનો સમય લાગે છે. ગાંધીનગર અને થોલ બર્ડ અભયારણ્ય વચ્ચેનું આશરે ડ્રાઇવિંગ અંતર 32.1 કિ.મી. છે. જો તમે આ વિસ્તારની મુસાફરી કરી રહ્યા હોવ તો આ સ્થાનની મુલાકાત લેવાની ભલામણ કરવામાં આવે છે. કારણ કે એવું કહેવામાં આવે છે કે, “આ સ્થળ એ કુદરત પ્રેમી માટે સ્વર્ગ સમાન છે…” શિયાળામાં તો અહીં દેશ વિદેશના પક્ષીઓ નો જાણે મેળો જ જામે છે અવનવા જુદી જુદી જાતના પક્ષીઓ નું અવલોકન આ સ્થળે કરી શકાય છે.
જો તમે ફોટોગ્રાફી પ્રેમી છો, તો હું તમને વહેલી સવારે આ સ્થાનની મુલાકાત લેવાનું સૂચન કરીશ, જેથી તમને અનેક નયન રમ્ય અને સુંદર નજારો મળી રહે.


















































