સ્માર્ટફોન જ્યારે નવો-નવો હોય ત્યારે મસ્ત વર્ક કરતો હોય છે, પરંતુ એ જેમ-જેમ જૂનો થાય એમ જલદી જ અનેક લોકોની ફરિયાદ હોય છે કે ફોનની બેટરી વધારે સમય સુધી ચાલતી નથી. ફોનની બેટરી લાંબો સમય સુધી ના ચાલવાને કારણે અનેક લોકો કંટાળી જતા હોય છે અને પછી બીજો નવો ફોન લઇ લેતા હોય છે. આમ, જો તમારી સાથે પણ આવું જ કંઇક થઇ રહ્યું છે તો તમે તરત જ આ ટિપ્સ ફોલો કરો અને આ સમસ્યામાંથી બહાર આવો.

- જો તમારા ફોનની બેટરી લાંબો સમય સુધી નથી ચાલતી તો તમે મોબાઇલ ડેટા, બ્લુટુથ જેવા બીજા ડિવાઇસ જરૂર જણાય ત્યારે જ તેને ઓન કરો, જો તમને નેટની જરૂર ના હોય તો તમે નેટ બંધ કરી દો જેથી કરીને ફોનની બેટરી વધારે સમય સુધી ચાલે.
- જો તમારી બેટરી પુરી થવાની હોય તો લોકેશન સર્વિસને તરત જ ઓફ કરી દો. આ માટે તમે સેટિંગમાં લોકેશન સર્વિસમાં જઇને બધા બોક્સથી ટિક માર્ક હટાવી દો. જો તમારી લોકેશન સર્વિસ ઓન રહે છે તો પણ તમે તમારી ફોનની બેટરી જલદી ઓછી થઇ જાય છે.
- જો તમે સ્ક્રીનની બ્રાઇટનેસ ઓછી રાખો છો તો પણ તમારી બેટરી ઓછી ઉતરે છે. સ્ક્રીનમાં જેટલી લાઇટ વધારે હોય એટલી એની બેટરી પણ વધુ પ્રમાણમાં યુઝ થતી હોય છે.
- તમારા ફોનમાંથી બિનજરૂરી એપને હટાવી દો. ઘણી બધી એપમાંથી ફોનમાં વાયરસ આવતો હોય છે જે ફોનને ખરાબ કરવાનું કામ કરે છે અને સાથે બેટરીની લાઇફ પણ ઓછી કરી દે છે. આમ, જો તમે તમારા ફોનમાંથી બિનજરૂરી એપ ડિલીટ કરો છો તો તમારા ફોનની લાઇફ વધી જાય છે.
- જો તમે ફોનમાં લાઇવ વોલપેપર રાખો છો તો આ તમારે બદલી નાંખવું જોઇએ. લાઇવ વોલ પેપરથી બેટરી જલદી ઉતરી જાય છે.


















































