“તારી સાથે મારે હજું ઘણુંય જીવન જીવવાનું હતું ને તારી સાથે જીવનનું સુખ માણવાનું હતું. આપણે દરરોજ બધા કામથી પરવારી રાતે કેવા ચાલતા નીકળતા અને હું તને આખા દિવસની વાતો કરતી પણ મારા મનમાં જે હતું એ હજુય એમજ રહી ગયું છે.
સાચું કહું તો મારે બીજું ઘણું કહેવું હતું પણ ખબર નહીં કેમ સંકોચ અનુભવતી, એય પાછું તને કહેવામાં ! આજ તો હું તને બધુજ કહી દેવાની છું…” આમ કહીને રમા પતિની છબી છાતીએ લગાવીને અગાસી તરફ દોડવા માંડી અને પાછળથી સાસુમાંનો અવાજ આવ્યો “પગ ભારે થઈ ગયા છે અગાસી તરફ શાની દોટ મૂકી ?”
– સંકેત વ્યાસ (ઈશારો)


















































