જાપાનની જાણીતી કાર મેકિંગ કંપની નિસાનએ ટોયોટાની દમદાર એસયુવી ફોર્ચ્યુનર ફેસલિફ્ટને ટક્કર આપવા માટે નિસાન એક્સ-ટેરા 2021 પરથી પડદો હટાવી લીધો છે. આ ગાડી કંપનીની હાલની એસયુવી નિસાન એક્સ-ટેરાનું ફેસલિફ્ટ વર્ઝન છે. આ કાર લૂક, ડિઝાઈનની સાથે એન્જિન અને સ્પીડમાં પણ ઘણી પાવરફુલ છે અને તે નવી ટોયોટા ફોર્ચ્યુનર ફેસલિફ્ટનો મુકાબલો કરવા માટે તૈયાર છે.
હાલમાં આ કાર મિડલ ઈસ્ટ અને સાઉથ ઈસ્ટ એશિયાના માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તેને ભારતીય માર્કેટ માટે પણ લોન્ચ કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. નવી નિસાન એક્સ-ટેરા ૨૦૨૧ માં લૂક અને ડિઝાઈનમાં ઘણો બદલાવ કરવામાં આવ્યો છે. જેનાથી તે પહેલા કરતા વધારે પાવરફૂલ અને દમદાર લાગે છે.
નવી નિસાન એક્સ-ટેરા ૨૦૨૧ ને Navara Pick-Up Truckને ડેવલોપ કરતા પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. આ દમદાર SUVના ફ્રન્ટ લૂકમાં વી મોશન ગ્રિલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે નવા હેડલેમ્પ્સ સાથે જ સી શેપની LED DRL લગાવવામાં આવી છે. NissanX-Terra 2021ના ફ્રન્ટ અને રિયર લૂકમાં ઘણા નવા ફીચર્સ જોવા મળશે.
NissanX-Terra 2021માં 2.5 લિટરનું 4 સિલીન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 6000 rpm પર 165 hpનો પાવર અને 4000 rpm પર 241 nmનો ટોર્ક જનરેટ કરે છે. આ દમદાર SUV 7 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે. આ કારના સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો તેમાં હિલ ડિસેન્ટ કંટ્રોલ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, લેન ડિપાર્ચર વોર્નિંગ, ક્રોસ ટ્રાફિક એલર્ટ, ઈન્ટેલિજન્ટ ડ્રાઈવર એલર્ટ, બ્લાઈન્ડ સ્પોટ વોર્નિંગ, ઈન્ટેલિજન્ટ ફોરવર્ડ કોલિજન વોર્નિંગ સાથે જ ડિજીટલ રિયર વ્યુ મિરર સહિત અન્ય ફીચર્સ આપવામાં આવ્યા છે.

















































