છેલ-છબિલા છબછબિયાં
અને
સાથે રેલમ-છેલ,
નાના અમથા ભૂલકાઓની
આ છે
નાની અમથી ગેલ,
પાણીમાં કરતા છબછબિયા
અને
દેડકાને બનાવતા વ્હેલ,
નાની-અમથી હોડી બનાવતા
અને એ કહેતા
જહાજ મારુ તણાવશે એ વ્હેલ,
વાતો કરતા, મસ્તી કરતા ખાતા
મસ્ત મજાની ભેળ,
આતો નાના ભૂલકાની છે ટોળી
જે કરાવતી
હર-હંમેશ, મસ્તીની રેલમ-છેલ,
પાણીમાં કરતા છબછબિયાં
ખાબોચિયાં ખુબ થયા
કિચડ વધારે સુધી ઠેઠ,
ખાબોચિયાંમાં છે ખુબ જ મજા
જેમાં ભળે છે ભૂલકાને
છબછબિયા કરવાની મજા
એમાં જ એ બની જાય છે શેઠ…
– સંકેત વ્યાસ (ઈશારો)


















































