ઘર બહાર કંઈ ઘટના થઈ.
એ માણસ આવ્યો.
પોતાના ઘરે.
ચાવી તો હતી જ.
દરવાજો બંધ હશે.
ચાવી ફરતી હશે.
અને કંઈ થઈ ગયું.
દરવાજા બહાર
ઊભો રહેલો એ માણસ
નીચે ઢળી પડયો-
અને…
ઘરમાંથી બહાર નીકળી ગયો.
મેં તેને જોયો ત્યારે
તે મારી સામે
જોતો ન હતો.
તે જતો હતો
અજાણ રસ્તા પર
ધૂમાડો બનીને.
ઘરમાં જવા ઈચ્છુક એ
ઘર બહાર
ઉડી ગયો.
~ હરીશ દાસાણી


















































