મિત્રો, આજે આપણે કેતુ ગ્રહની શુભાશુભ અસરો વિશે જાણીશું.
સકારાત્મક અસર – જ્યારે કેતુ ગ્રહ ગુરુ સાથે યુતિ કરે છે, ત્યારે વ્યક્તિની કુંડળીમાં તેની અસરથી રાજયોગની રચના થાય છે. શુભ કેતુ લોકોને લાયક બનાવે છે. આ વ્યક્તિના સંબંધો તેના મામા, પુત્ર અને પૌત્ર સાથે સારા રહે છે. જ્યારે કેતુ ઉચ્ચનો હોય ત્યારે જાતકનું આધ્યાત્મિક જ્ઞાન વધે છે.
નકારાત્મક અસર – જ્યારે કુંડળીના છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર કે મંગળ હોય છે, તો તે વ્યક્તિને કુદરતી ઋણથી ગ્રસ્ત માનવામાં આવે છે. આ ઋણને લીધે, વ્યક્તિની સંતાન તરફથી કષ્ટ પ્રાપ્ત થાય છે. આવા જાતકોને પોતાની જાતને સાચા સાબિત કરવાની આદત હોય છે. આવા લોકો શંકાશીલ સ્વભાવને લીધે સારા સંબંધો પણ ગુમાવી દે છે. કેતુના અશુભ પ્રભાવો વખતે દુર્ઘટનાઓ શવાની શક્યતાઓ પણ વધતી જાય છે.
કેતુ ગ્રહ માટે લાલ કિતાબ મુજબના ઉપાયો
- કપાળ પર કેસર અથવા હળદરનું તિલક લગાવો.
- વૃદ્ધો અને લાચાર લોકોની મદદ કરો.
- કાનમાં સોનું પહેરો.
- દૂધમાં કેસર નાખીને પીવો.
- પિતા અને પુજારીનું સન્માન કરો.
- કૂતરો પાળવો મદદરૂપ થશે.
- કેળા, ઘઉં, સોનું, અને ગોળ પીળા કપડામાં બાંધીને મંદિરમાં દાન કરવું.
- ફકીર કે સાધુને તલ કે કાળા-સફેદ ધાબળાનું દાન કરવું.
કેતુ સંબંધિત અન્ય માહિતી
- સ્વામી દેવતા – ગણેશજી
- પક્કા ઘર – 6
- ઉચ્ચ ઘર – 1,2,7,9,10,11,12
- નીચ ઘર – 3,4,5,6,8
- સમય – વહેલી પરોઢ (સૂર્યોદય પછીનો એક કલાક કેતુની હોરા હોય છે.)
- ઉંમર – 48 વર્ષથી….
- મસ્નૂઈ (બનાવટી) ગ્રહ – શુક્ર + શનિ (ઉચ્ચ)
ચંદ્ર + શનિ (નીચ)


















































