ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં કથક લાસ્ય નૃત્ય તરીકે જાણીતું છે. આમ તો કથકની પરિભાષા આપીએ તો કંઇક આમ અપાય “કથા કરે સો કથક કહેવાય”.
કથકને નૃત્યથી આગળ જો વિચારીએ તો એ ભાવ અને રસ પર આધારિત છે. આ નૃત્યની બંદિશો એકાગ્રતા અને અવિરત અભ્યાસ માંગી લે છે. તદ્ઉપરાંત આ નૃત્યમાં પગ ના ચલન પર ભાર આપવામાં આવે છે, જે થકવી નાખનારા અભ્યાસ પછી પ્રાપ્ત થાય છે. આ પરથી તમે સમજી જ શકશો કે કથક દ્વારા માનસિક તેમજ શારીરિક ક્ષમતા પ્રાપ્ત થાય છે.
જુદા જુદા લય અને તાલમાં એક જ બંદિશ ને ગોઠવી ને તેને પ્રસ્તુત કરવા માટે યોગ્ય ગણતરી આવશ્યક છે, એટલે કે કથક આપણા ગણિતની પણ ચકાસણી કરે છે.કથક નૃત્યમાં ભારતીય દેવ – દેવિઓના વર્ણન કરવામાં આવે છે જે આપણે આપણા સાંસ્કૃતિક વારસાથી જોડે છે.
આમ, કથક એ ભારતીય શાસ્ત્રીય નૃત્ય થી કંઇક આગળ અને કંઈક વધુ છે.
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...


















































